ભારત આવતા જ પ્રિયંકા ચોપરાએ લૂંટી મહેફિલ, બોલ્ડ ટૂ-પીસ આઉટફિટમાં લાગી ‘હોલિવુડ ક્વીન’- જુઓ તસવીરો

 

 

‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા લગભગ 4 મહિના પછી પોતાના દેશ પરત ફરી છે. આ વખતની તેની ટ્રિપ ઘણી ખાસ છે. પ્રિયંકા તેની દીકરી માલતી મેરી ચોપરા જોનાસ સાથે મુંબઈ આવી છે. મુંબઇ આવતાની સાથે જ તે તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ.

તાજેતરમાં જ પીસીને જિયો વર્લ્ડ પ્લાઝામાં સ્પોટ કરવામાં આવી હતી. તે અહીં બુલ્ગારી સ્ટોરની બ્રાન્ડ ઈવેન્ટના લોન્ચિંગ માટે આવી છે. આ દરમિયાન દેશી ગર્લનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો. પ્રિયંકાએ ઈવેન્ટ માટે ઓલ-વ્હાઈટ લુક પસંદ કર્યો હતો. લુકની વાત કરીએ તો, તે ઓફ વ્હાઇટ બ્રાલેટ ટોપ અને મેચિંગ સાટીન પલાઝો પેન્ટમાં જોવા મળી હતી.

પ્રિયંકાનો આ લુક ઘણો સિઝલિંગ હતો. તેણે મિનિલમ મેકઅપ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો. હેરસ્ટાઇલની વાત કરીએ તો પીસીએ તેના વાળને પોનીટેલમાં કેરી કર્યા હતા અને આ સાથે હાઈ હીલ્સ પહેરી હતી. સ્ટોર લોન્ચ દરમિયાન પ્રિયંકાએ સાપના મોં વાળો ડાયમંડ નેકલેસ પહેર્યો હતો.

દિવસ દરમિયાન સ્ટોર લોન્ચ બાદ તેણે બુલ્ગારી અને ઈશા અંબાણીની રોમન હોળી પાર્ટીમાં હાજરી આપી હતી. જ્યાં ફરી એકવાર પ્રિયંકા ચોપરાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો. પ્રિયંકા ચોપરાએ પાર્ટીમાં હાઈ સ્લિટ સાડીમાં પોતાની સ્ટાઈલ બતાવી હતી. પ્રિયંકા ચોપરાએ હાઇ સ્લિટ સાડી સાથે મોટા સ્ટોનનો નેકલેસ પહેર્યો હતો.


પ્રિયંકાના નેકલેસમાં લાલ અને વાદળી રંગના સ્ટોન છે. જેની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે. પ્રિયંકા ચોપરાએ બુલ્ગારી જ્વેલરી બ્રાન્ડનો નેકલેસ પહેર્યો છે. રીપોર્ટ્સ અનુસાર, આ નેકલેસની કિંમત 8 કરોડ 33 લાખ 80 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina