19 વર્ષની પ્રિયંકા ચોપરાને તમે નહી ઓળખી શકો તમે,પહેરતી હતી બિંદી સાથે બિ
બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તેણે હાલમાં જ તેનું રેડ આઉટફિટમાં ફોટોશૂટ શેર કર્યુ હતુ, તે બાદ તેણે તેના પતિ નિક જોનસ સાથે પણ કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા એેકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
હવે પ્રિયંકાએ તેની થ્રોબેક તસવીર શેર કરી છે. પ્રિયંકાએ ઘણી જૂની તસવીર શેર કરી છે, આ તસવીર તે 19 વર્ષની હતી ત્યારની છે, આ તસવીરમાં તે ઘણી ફિટ અને સ્લિમ દેખાઇ રહી છે.
પ્રિયંકાએ સફેદ ટોપ સાથે પેન્ટ કેરી કર્યુ છે. પ્રિયંકાએ આ સાથે ચાંલ્લો પણ લગાવ્યો છે. તેણે આ તસવીર શેર કરતા કેપ્શન લખ્યુ છે કે, શર્મીલી, કયારેય આ વિશે નહિ સાંભળ્યુ હોય, જયારે 19ની હતી. આ સાથે તેણે હેશટેગ પણ માર્યા છે. #TBT અને #BindisAndBikinis. આ તસવીરને 16 લાખથી પણ વધારે લોકોએ પસંદ કરી છે.
View this post on Instagram
પ્રિયંકાની આ તસવીર પર ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ પ્રિયંકાની આ તસવીરને કારણે તેને ટ્રોલ પણ કરી છે. આ તસવીરને જોઇને ઘણા લોકો હેરાન રહી ગયા હતા. આ તસવીરમાં તેને ઓળખી શકાતી પણ ન હતી.
ઘણા લોકોએ આ તસવીરને લઇને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. એક યુઝરે લખ્યુ, આ કેવા કપડા છે ? ત્યાં એક અન્ય યુઝરે તો તેને બેશરમ પણ કહી દીધુ. તેમજ કેટલાક યુઝર્સે આ તસવીર પર “છી”, “આટલી ગંદી” આવી પણ કમેન્ટ કરી છે.
પ્રિયંકાએ આ પહેલા 15 માર્ચે તેના ઇમોશન્સ શેર કરતા જણાવ્યુ હતુ કે, તે 93માં ઓસ્કરના નોમિનેશનથી કેટલુ ખાસ મહેસૂસ કરે છે. આ ઉપરાંત તે ન્યુયોર્કમાં તેના નવા રેસ્ટોરન્ટને લઇને પણ ઘણી ચર્ચામાં છે.
આ દિવસોમાં પ્રિયંકા રિચર્ડ મેડેન સાથે તેની નવી વેબ સીરિઝને લઇને ચર્ચામાં છે. તે હાલ શુટિંગમાં વ્યસ્ત છે. અભિનેત્રીની આ સીરિઝ એમેઝોન પર જોવા મળશે. આ ઉપરાંત તે મિંડી કલિંગ સાથે પણ જોવા મળશે.