મનોરંજન

એર રે ! પ્રિયંકા ચોપરાએ ડાયરેક્ટરને કહ્યુ હતુ કે, પેન્ટી દેખાવવી જોઇએ, નહિ તો…

આખરે ફૂટ્યો ભાંડો : ડાયરેક્ટરે પ્રિયંકા ચોપરાને કહ્યુ હતુ, નાચતા નાચતા એટલા કપડા ઉતાર કે પેન્ટી દેખાઇ જાય પછી જે થયું

પ્રિયંકા ચોપરાની બુક “Unfinished” રીલિઝ થઇ ચૂકી છે. પ્રિયંકા તેની બુકને લઇને ઘણી ચર્ચામાં છવાયેલી રહી હતી. આ બુકમાં પ્રિયંકાએ તેના બધા રાઝ ખોલ્યા છે. પ્રિયંકાની આ બુકની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા અને તે આવ્યા બાદ પ્રિયંકાના ઘણા એવા રાઝ સામે આવ્યા હતા જે કોઇ જાણતુ ન હતુ.

ઓપરા વિન્ફ્રે, એ જ ટીવી શો હોસ્ટ જેની સાથે મેગન મર્કલ અને હેરીના ઇન્ટરવ્યુએ બ્રિટેનના શાહી પરિવારમાં તહલકો મચાવી દીધો હતો. તેને પ્રિયંકાએ ઇન્ટરવ્યુ આપ્યુ હતુ. તે ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ તેની બુક, પરિવાર, કરિયરની શરૂઆતનો સમય અને હોલીવુડમાં કામને લઇને વાત કરી હતી.

પ્રિયંકાએ જણાવ્યુ હતુ કે, એકવાર ફિલ્મ ડાયરેક્ટરે તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. ઓબ્જેક્ટિફાઇ કરવાવાળી વાાત કહી હતી. પ્રિયંકાએ તેની બુકમાં લખ્યુ હતુ કે, એક ફિલ્મ માટે સેડક્ટિવ ગીત શૂટ કરતી વખતે અભિનેત્રીને કપડા ઉતારવાના હતા, તો તેણે ડાયરેક્ટરને પૂછ્યુ કે, તે એકસ્ટ્રા લેયર પહેરી શકે છે ?

આ વાતનો જવાબ આપતા ડાયરેક્ટરે કહ્યુ કે, મારે મારી સ્ટાઇલિશ સાથે વાત કરવી જોઇએ. મેં મારી સ્ટાઇલિશ સાથે વાત કરી ફોન ડાયરેક્ટરને પાસ કર્યો તો, મારા સામે જ તેમણે કહ્યુ કે, જે પણ હોય પેન્ટી દેખાવવી જોઇએ, નહિ તો લોકો ફિલ્મ જોવા કેમ જશે ?

બુકમાં પ્રિયંકાએ લખ્યુ છે કે, બીજા દિવસે તેણે એ પ્રોજેક્ટને છોડી દીધો, પરંતુ ડાયરેક્ટરને આ વાત હજમ થઇ નહિ. હું એક બીજા પ્રોજેક્ટનું શુટ કરી રહી તો તે ડાયરેક્ટર સેટ પર આવી ગયો અને તેણે મારાથી ઉલજવાની કોશિશ કરી.

જો કે, પ્રિયંકાએ આ ડાયરેક્ટરનું નામ જણાવ્યુ નથી, પરંતુ એ વાત તેણે બરાબર કહી કે મહિલાઓને ડરાવવામાં આવે છે, તેમને શિખવાડવામાં આવે છે કે, કોઇ તમારી બાજુ અશ્લીલ ઇશારા કરી રહ્યા છે તો, ત્યાં ન જુઓ. કોઇ તમારી પાછળ આવી રહ્યુ છે, તો રસ્તો બદલો. કોઇ તમારાથી ખોટી વાત કરી રહ્યુ છે તો તેનાથી ઝઘડવાની કોઇ જરૂર નથી.