મનોરંજન

નિક જોનસના જીવનમાં ઘણી છોકરીઓ બાદ આવ્યો પ્રિયંકાનો નંબર, જાણો નિક જોનસ કોને કોને ડેટ કરી ચૂક્યા છે

આટલી બોલ્ડ છોકરીઓ જોડે અફેર હતું પ્રિયંકાના વિદેશી પતિનું…જુઓ

બોલિવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018માં અમેરિકન પોપ સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ આ કપલ ઘણા ચર્ચામાં રહ્યા હતા. પ્રિયંકા ચોપરાએ એક શો પર એ ખુલાસો કર્યો હતો કે તે અને નિક કેવી રીતે મળ્યા હતા. પ્રિયંકા પહેલા પણ નિકના ઘણા અફેર રહી ચૂક્યા છે. તો આવો તમને જણાવીએ કે નિક જોનસએ અત્યાર સુધી કેટલી છોકરીઓને ડેટ કરી છે.

Image source

નિક જોનસના સ્કૂલ સમયની વાત કરવામાં આવે તો તેમને એ સમયમાં જ પહેલો પ્રેમ થયો હતો. તે દિવસોમાં તેઓ 14 વર્ષના હતા. નિક માઇલી સાઇરસને ડેટ કરી રહ્યા હતા. એવું જણાવવામાં આવે છે કે, માઇલી નિક જોનસને લઇને ઘણી જ સિરિયસ હતી પરંતુ તે બંનેનો સંબંધ વધારે ટકી શક્યો નહિ. તમને જણાવી દઇએ કે નિક જોનસે પોતે તેમના માઇલી સાથેના અફેરની વાત સ્વીકારી હતી.

Image source

નિક જોનસ માઇલી સાથેના અફેર બાદ તણાવમાં હતા પરંતુ વર્ષ 2008માં તેમના જીવનમાં સેલેના ગોમેજની એન્ટ્રી થઇ. એવું કહેવામાં આવે છે કે, સેલેના નિક જોનસના મ્યુઝિક વીડિઓનો હિસ્સો હતી. ખબરો અનુસાર નિક અને સેલેના ઘણી વખત એકસાથે સ્પોટ કરવામાં આવતા હતા. પરંતુ તેમના બ્રેકઅપ બાદ કયારેય તેઓ સાથે જોવા મળ્યા નથી.

નિક જોનસ વર્ષ 2011માં ઓસ્ટ્રેલિયન સિંગર ડેલ્ટા ગુડરેમ પર ફિદા થયા હતા. ઓસ્ટ્રેલિયન સિંગર સાથે નિક ખૂબ જ ચર્ચામાં રહેતા. શરૂઆતના દિવસોમાં ડેલ્ટા ગુડરેમ અને નિકનો સંબંધ સારો ચાલ્યો પરંતુ થોડા દિવસો બાદ તેમનો સંબંધ ખરાબ થવા લાગ્યો અને તેમના બ્રેકઅપના સમાચાર આવી ગયા. તેમનો સંબંધ 10 મહિના ચાલ્યો હતો અને પછી બ્રેકઅપ થઇ ગયું હતું.

ડેલ્ટા સાથે બ્રેકઅપ બાદ નિક જોનસના જીવનમાં ઓલિવિયા કલ્પોની એન્ટ્રી થઇ. બંને વચ્ચે બધુ જ સરસ ચાલી રહ્યુ હતુ, પરંતુ ખબર નહિ એવું શું થયુ કે, બંને દૂર થઇ ગયા અને તેમનો આ સંબંધ તૂટી ગયો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર તેમણે 2013માં ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ અને આ સંબંધ 2015 સુધી ચાલ્યો હતો.

Image source

આ બધાને ડેટ કર્યા બાદ નિક જોનસના જીવનમાં બોલિવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડાનો નંબર આવ્યો. પ્રિયંકા અને નિક વચ્ચે એવી બોન્ડિંગ થઇ ગઇ કે તેમણે લગ્ન કરી લીધા. તમને જણાવી દઇએ કે, નિક પ્રિયંકાથી 10-11 વર્ષ નાના છે. પરંતુ તેમની કેમેસ્ટ્રી સરસ છે અને તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. લગ્નના 2-3 વર્ષ બાદ પણ તેઓ તેમના લગ્ન જીવનમાં ખુશ છે.

Image source