ખબર ફિલ્મી દુનિયા

પ્રિયંકાના લગ્નના 6 મહિના બાદ પ્રિયંકાની બહેનએ કર્યો ખુલાસો, વિદેશી જીજાજી પાસેથી મેળવ્યા હતા અધધ રૂપિયા

બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આજકાલ તેની ફિલ્મને લઈને બહુજ ચર્ચામાં છે.પરિણીતી બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલની બાયોપિકમાં નજરે આવશે. તેના માટે તનતોડ મહેનત કરે છે. તો બીજી તરફ પરિણીતી બેડમિન્ટન રમવાનું શીખી રહી છે. હાલમાં જ પરિણીતી નેહા ધૂપિયા ના ચેટ શો બીએફએફવિદ વોગમાં પહોંચી ઘણા મુદ્દા પર ખુલીને ચર્ચા કરી હતી.

 

View this post on Instagram

 

Mon amour

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


શો દરમિયાન પરિણીતીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે થયેલા તેની બહેન પ્રિયંકા ચોપડાના લગ્નમાં તેને ઘણા પૈસા મળ્યા હતા.પરિણીતીએ જૂતા ચોરવાની રસમ કરી હતી. આ રસમ માટે તેને 37 કરોડ રૂપિયા માંગ્યા હતા. જવાબમાં પ્રિયંકાના પતિ એટલેકે નિક જોન્સે ડબલ પૈસા આપ્યા હતા. સાથોસાથ નિકે એક ડાયમંડની રિંગ પણ આપી હતી. વધુમાં પરિણીતીએ જણાવ્યું હતું કે,નિક બહુજ દયાળુ છે. જૂતા ચોરવાની રસમમાં તેઓએ ડોલર અને રૂપિયામાં ઘણા લાખ રૂપિયા આપ્યા હતા.અને સાથે એક બેગ પણ આપી હતી.

 

View this post on Instagram

 

And forever starts now… ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


પરિણીએ કહ્યું કે,’નિક અમારાથી વધારે તૈયાર હતો. મને લાગતું હતું કે હું જ સ્માર્ટ છું અને હું આ રસમ કરીશ અને ફક્ત કેશ જ લઈશ. પણ જેવો સમય આવ્યો નિકે અમને એક શખ્સ તરફ ઈશારો કર્યો અને અમે બધી કઝીને જયારે પાછળ જોયું ત્યારે એ શખ્સ એક મોટી ટ્રે લઈને ઉભો હતો.જેમાં બહુજ સારી ડાયમંડની રિંગ હતી. અને અમને બધાને આ ડાયમંડની રિંગ મળી અને બ્રાઈડમેડની બહુજ બધી ગિફ્ટ મળી. તો મને આ બોલવામાં ગર્વ છે કે, નિક જીજુ બહુજ ઉદાર છે.

 

View this post on Instagram

 

And forever starts now… ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


જણાવી દઈએ કે, ગયા વર્ષ ડિસેમ્બરમાં પ્રિયંકા ચોપડાના લગ્ન અમેરિકી સિંગર નિક જોન્સ સાથે જોધપુરના ઉમેદ પેલેસમાં થયા હતા. ત્રણ દિવસ ચાલેલા આ ફંક્શનમાં હિન્દૂ અને ક્રિશ્ચિયન રીત રિવાજોથી લગ્ન કર્યાં હતા. આ લગ્નનની ઘણી ચર્ચા પણ થઇ હતી.


શો દરમિયાન પરિણીતીએ કહ્યું હતું કે,તેને પીકુ ફિલ્મ ના કરવાનો બહુજ અફસોસ છે. જણાવી દઈએ કે, આ ફિલ્મ દીપિકા પાદુકોણ પહેલા પરિણીતીને ઓફર કરવામાં આવી હતી. કામની વાત કરવામાં આવે તો પરિણીતી ઓક્ટોબરમાં સાઈના નહેવાલની બાયોપિકનું શૂટિંગ શરૂ કરશે. તેના સિવાય પરિણીતી હોલીવુડની ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની રીમેકમાં જોવા મળશે. તો પરિણીતી ‘જબરીયા જોડીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે નજરે ચડશે.

 

View this post on Instagram

 

The girls 💛

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks