પ્રિયંકા ચોપરા પહેલીવાર પહોંચી તેના રેસ્ટોરન્ટ “સોના”, શેર કરી તસવીરો

અરરર..આવું વિચિત્ર પેન્ટ પહેરીને પહોંચી પોતાના રેસ્ટોરન્ટ પર, પેન્ટ જોતા જ ચાહકો હચમચી ગયા- જુઓ

બોલિવુડથી લઇને હોલિવુડ સુધી પોતાના અભિનયના દમ પર ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાને આજે કોઇ ઓળખની જરૂર નથી. પ્રિયંકા બોલિવુડ સાથે સાથે હોલિવુડમાં સક્રિય છે.

પ્રિયંકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર તસવીરો શેર કરતી રહે છે.પ્રિયંકાએ ન્યુયોર્કમાં ભારતીય રેસ્ટોરન્ટ ખોલી દીધુ છે, જેનું નામ તેણે “સોના” રાખ્યુ છે. અભનેત્રીએ SONAની અંદરની તસવીરો શેર કરી છે

તેમજ સોનાના ઇન્સ્ટાગ્રામ એકઉન્ટ પર પણ કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. પ્રિયંકા ચોપરાના રેસ્ટોરન્ટમાં ભારતના અલગ અલગ પ્રદેશોનું મશહૂર ફૂડ પરોસવામાં આવી રહ્યુ છે. અભિનેત્રીએ રેસ્ટોરન્ટની કેટલીક અંદરની તસવીરોની ઝલક બતાવી છે.

બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ શોમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસએ એકવાર ફરી તેમની શાનદારી કેમેસ્ટ્રીથી બધાનું દિલ જીતી લીધુ છે. પ્રિયંકા અને નિક બોલિવુડ અને હોલિવુડ બંનેમાં બેસ્ટ રોમેન્ટિક કપલ માનવામાં આવે છે.

ત્યાં જ તેઓ કોઇ પણ સમારોહ કે એવોર્ડ્સ કે ઇવેન્ટમાં જાય છે તો બંને સાથે હોય તો બધાની નજર તેમના પર જ અટકી જાય છે. આવું જ કંઇક બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સમાં જોવા મળ્યુ. બોલિવુડથી લઇનો હોલિવુડ સુધી પોતાની મહેનત અને અભિનયના દમ પર ઓળખ બનાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ આ દિવસોમાં કેટલાક મોટા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. આ કારણે જ ત્રણ મહિના પહેલા ખુલેલા રેસ્ટોરન્ટ સોનામાં તે જઇ શકી નથી. હાલમાં જ તેના વ્યસ્ત શેડ્યુલથી થોડો સમય નીકાળી સોનામાં પહોંચી હતી.

અહીંની તેણે ઘણી તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે તેના મિત્રો સાથે મસ્તી કરતી અને પાણીપુરી એન્જોય કરતી જોવા મળી રહી છે.

પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર રેસ્ટોરન્ટના એન્ટ્રેંસથી લઇને કિચન સુધીની તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લુ શર્ટ અને લાઇમ કલરના પ્લાઝો પેન્ટમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તે ઘણી જ ગોર્જિયસ લાગી રહી છે.

તસવીરો શેર કરતા પ્રિયંકાએ લખ્યુ કે, વિશ્વાસ નથી થઇ રહ્યો કે આખરે હું સોનામાં છું. 3 વર્ષના પ્લાનિંગ બાદ અમારી પ્રેમ ભરેલી મહેનતને જોઇ રહી છું. મારુ દિલ ભરાઇ ગયુ કિચનમાં જઇને અને ટીમને મળીને, જેમણે સોનાને લઇને સારો અનુભવ જણાવ્યો.

બોલિવુડથી લઇને હોલિવડ સુધી પોતાના અભિનયનો ડંકો વગાડનારી અભિનેત્રી અને બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અવાર નવાર કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે હાલ પ્રિયંકા ન્યુયોર્કમાં તેના નવા રેસ્ટોરન્ટ SONAને લઇને ચર્ચામાં છેે.

Shah Jina