પ્રિયંકા ચોપરાએ ઓલ બ્લેક ટ્રાંસપરન્ટ લુકમાં ના દેખાડવાનું દેખાડ્યુ, ચાહકો થયા પાણી પાણી- જુઓ હોટ તસવીરો

‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા હવે હોલીવુડની અભિનેત્રીઓ જ નહીં પરંતુ સુપરસ્ટાર્સની યાદીમાં પણ સ્થાન બનાવી રહી છે. તે ઘણા મોટા પ્રોજેક્ટનો હિસ્સો રહી ચુકી છે અને આવનારા સમયમાં ‘મેટ્રિક્સ’ જેવી ફિલ્મમાં નજર આવવા માટે તૈયાર છે. ત્યાં, તે સોશિયલ મીડિયા પર વિશ્વની સૌથી લોકપ્રિય હસ્તીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, અને અવાર નવાર તે તેના ફોટોશૂટથી ચાહકોને ઘાયલ કરતી રહે છે. પ્રિયંકાએ હાલમાં જ તેનું નવુ ફોટોશૂટ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યુ છે. પ્રિયંકાએ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

પ્રિયંકાની આ ફોટોશૂટની તસવીરો દુનિયાભરમાં તેના ફેન્સને પાગલ બનાવી રહી છે. નવા ફોટોશૂટમાં પ્રિયંકા ચોપરાની સ્ટાઈલ એકદમ અલગ દેખાઇ રહી છે. તેણે બ્લેક નેટ ડ્રેસ પહેર્યો છે, જેની સાથે તેણે કાળા રંગનું બ્લેઝર પહેર્યું છે જે આગળથી ખુલ્લું છે. આ ડ્રેસ સાથે પ્રિયંકાએ તેના વાળ પોનીટેલમાં કેરી કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra FC (@_priyanka_fc)

એક તસવીરમાં તેના વાળ ખુલ્લા દેખાઇ રહ્યા છે. પ્રિયંકાનો ડાર્ક મેકઅપ અને બોલ્ડ ડ્રેસ લુક ચાહકોને એટલો પસંદ આવી રહ્યો છે કે એક કલાકમાં એક લાખથી વધુ લોકોએ આ તસવીરોને પસંદ કરી છે. આ તસવીરો સાથે પ્રિયંકાએ જણાવ્યું છે કે તેણે મેટ્રિક્સનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં પ્રિયંકાની આ બિગ બજેટ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ફરી એકવાર પોતાના લુકથી ચાહકોને દંગ કરી દીધા છે. આ તસવીરોમાં પ્રિયંકાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકી રહ્યા નથી. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ હોટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા ફિલ્મ ‘મેટ્રિક્સ’માં જોવા મળશે. પ્રિયંકા તેની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ઘણી ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર પ્રેમ કરતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે. પ્રિયંકા ચોપરા તેના દેખાવ, સ્ટાઈલ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.

Shah Jina