બોલિવુડથી લઇને હોલિવુડ સુધી પોતાની દમદાર ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપરા ગ્લોબલ આઇકોન છે. પ્રિયંકાએ હાલમાં જ 18 જુલાઇના રોજ તેનો 40મો જન્મદિવસ મનાવ્યો હતો. આ ખાસ અવસર પર નિક જોનાસે તેની પત્ની માટે ગ્રૈંડ સેલિબ્રેશન હોસ્ટ કર્યુ હતુ. નિક જોનાસે પ્રિયંકા સાથેની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં બંનેનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. નિક જોનાસે ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાંની એક તસવીરમાં તે પ્રિયંકાને લિપ કિસ કરી રહ્યો છે. ત્યાં બીજી તસવીરોમાં તે બંને બર્થ ડેના જશ્નમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે.
સામે આવેલી તસવીરોમાં નિક અને પ્રિયંકા રાત્રે બીચ પર એકબીજાની કંપની એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ સ્કાઇ શોટ જોતા પ્રિયંકા અને નિકની રોમેન્ટિક તસવીર ચાહકો વચ્ચે ઘણી પસંદ કરવામાં આવી રહી છે. યલો ડ્રેસમાં પ્રિયંકા ઘણી ખૂબસુરત પણ લાગી રહી છે. તસવીરો શેર કરતા નિક જોનાસે પ્રિયંકા ચોપરાને વિશ કરતા કેપ્શનમાં લખ્યુ- મારી જુલાઇ જ્વેલને હેપ્પીએસ્ટ બર્થ ડે. જીવનની આ ક્રેઝી રાઇડમાં તારા સાથે હોવાનો ગર્વ મહેસૂસ કરુ છુ.
આઇ લવ યુ. નિકની આ તસવીર પર પ્રિયંકાએ રિએક્ટ કરતા લખ્યુ- લવ ઓફ માય લાઇફ.પ્રિયંકા ચોપરા તેના જન્મદિવસની ઉજવણીની આ તસવીરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. નિક જોનાસે તેની પત્ની પ્રિયંકા ચોપરાનો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો. એક તસવીરમાં નિક જોનાસ એક બેનર સાથે ઉભો જોવા મળી રહ્યો છે, જેના પર પ્રિયંકા ચોપરા વિશે લખ્યું છે.
પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે સ્પેશિયલ બર્થડે નાઈટ વિતાવતી જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરા ગઈ કાલે એટલે કે 18 જુલાઈએ 40 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 1982માં થયો હતો. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. હવે બંને એક ક્યુટ દીકરીના પેરેન્ટ્સ પણ છે. આ વર્ષે જ તેમણે તેમની દીકરી માલતી મેરી ચોપરા જોનાસનું દુનિયામાં સ્વાગત કર્યુ હતુ. તેઓ સરોગેસી દ્વારા પેરેન્ટ્સ બન્યા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ટૂંક સમયમાં કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળશે. આ સિવાય હોલિવૂડ ફિલ્મ ‘સિટાડેલ’ અને એક્ટર એન્થોની મેકી સાથેની એક્શન ફિલ્મ ‘એન્ડિંગ થિંગ્સ’ પણ પ્રિયંકાના ખાતામાં સામેલ છે.