પ્રિયંકા ચોપરાએ ફાધર્સ ડે પર શેર કરી પિતા અને પુત્રીની સુંદર તસવીર, બાળકીની ક્યુટનેસ જોઈને કહેશો ગજબ છે આ

વિદેશી મુંડા સાથે પરણનાર પ્રિયંકા ચોપરાની બેબીની તસ્વીર આવી સામે, ફેન્સ વખાણ કરી કરીને થાકી ગયા

પ્રિયંકા ચોપરાએ 19 જૂનના રોજ ફાધર્સ ડેના દિવસે પુત્રી માલતીની તરફથી નિક જોનસ માટે ફાધર્સ ડે પોસ્ટ શેર કરી હતી. સાથે જ પતિની સાથેની તેની લાડલીની એક ક્યૂટ તસવીર પણ શેર કરી હતી. તસવીર પર ચાહકો અને સેલેબ્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપરા જ્યારથી માતા બની છે ત્યારથી તેની ખુશી વધી ગઈ છે. પ્રિયંકા અને નિક જોનસ જાન્યુઆરી 2022 સરોગેસી દ્વારા માતા-પિતા બન્યા હતા. પ્રિયંકાની પુત્રી માલતી મૈરી ચોપરા લગભગ 100 દિવસ સુધી હોસ્પિટલઆ એનઆઈસીયુમાં રહી હતી. જ્યારથી તેની છોકરી ઘરે આવી છે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ તેની સાથે ખુબ સમય વિતાવી રહ્યા છે. 19 જૂન ફાધર્સ ડે હતો અને આ દરમ્યાન પ્રિયંકા ચોપરાએ માલતી તરફથી ફાધર્સ ડે પોસ્ટ શેર કરી હતી.

આ પોસ્ટ પ્રિયંકા ચોપરાએ પુત્રી માલતી તરફથી નિક જોનસ માટે લખી હતી અને સાથે તસવીર પણ શેર કરી હતી. તસવીરમાં નિક જોનસ પુત્રી માલતીના હાથને પકડીને ઉભા રહેવાની કોશિશ કરી રહ્યો છે. જોકે તસવીરમાં પિતા અને પુત્રી બંને માંથી કોઈનો પણ ચેહરો નજર નથી આવી રહ્યો.

પ્રિયંકા ચોપરાએ પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે,હેપ્પી ફાધર્સ ડે માય લવ’. આપણી નાનકડી દીકરી સાથે તને જોવું મને ખુબ ખુશી આપે છે. પાછા આવવાનો કેટલો સરસ દિવસ છે. આઈ લવ યુ. આવનારા દિવસો આવ જ જાય. પ્રિયંકા ચોપરાની આ પોસ્ટ પર ચાહકો અને સેલેબ્સ ખુબ રિએક્શન આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)


બધાની નજર માલતીના ક્યૂટ શૂઝ પર અટકેલી હતી જેની પર M લખેલો હતો. નિક જોનસના શૂઝ પર પણ MM લખેલું હતું. પ્રિયંકાએ આ કસ્ટમાઈઝડ શૂઝ ફાધર્સ ડે પર પુત્રી માલતી અને નિકને ગિફ્ટ આપી હતી. થોડાક દિવસ પહેલા જ પ્રિયંકાએ પુત્રી માલતીની બીજી એક તસવીર શેર કરી હતી જેમાં તે મધુ ચોપરાના ખોળામાં રમતી નજર આવી હતી. એક જ ફ્રેમમાં ત્રણે પેઢી જોઈને ચાહકો પણ ખુબ ખુશ થઇ ગયા હતા.

Patel Meet