પહેલા ગર્લફ્રેન્ડને મારી અને પછી SUVથી કચડી રસ્તા પર છોડી ભાગ્યો મોટો અધિકારીનો દીકરો? જાણો શું છે સમગ્ર મામલો

પહેલા મારી પછી હાથ કાપ્યા, બાદમાં SUVથી ટક્કર મારી, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રેમિકાએ ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી આપવીતી

મુંબઈને અડીને આવેલા થાણેમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર પ્રિયા સિંહે તેના બોયફ્રેન્ડ પર કારથી તેને કચડી નાખવાનો આરોપ લગાવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ઘટનાની તસવીરો પોસ્ટ કરીને પ્રિયા સિંહે ન્યાયની અપીલ કરી છે. પ્રિયા સિંહે આરોપ લગાવ્યો કે થાણેના ઘોડ બંદર રોડ પર સ્થિત ઓવલામાં રહેતા અશ્વજીત ગાયકવાડે કારથી ટક્કર મારી હતી. જેના કારણે તેના ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઇ છે.

ઇન્ફ્લુએન્સર ગર્લફ્રેન્ડને કારથી મારી ટક્કર

પ્રિયા સિંહે પોતાની હોસ્પિટલના બેડ પરથી પણ તસવીરો શેર કરી છે. પ્રિયા સિંહનો આરોપ છે કે બોયફ્રેન્ડના પિતાના પ્રભાવને કારણે પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. પીડિતાએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પીએમ મોદીની સાથે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને સ્મૃતિ ઈરાની તેમજ આદિત્ય ઠાકરેને ટેગ કર્યા છે. ઇન્સ્ટાગ્રામના બાયો અનુસાર, ફિટનેસ, ફેશન અને કન્ટેન્ટની સાથે બ્રાન્ડ પ્રમોશનમાં સામેલ પ્રિયા સિંહ પર પહેલા અશ્વજીત સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

SUVથી કચડી નાખવાનો કર્યો પ્રયાસ

આ પછી હાથને પણ કાપવામાં આવ્યા. એટલું જ નહીં, બાદમાં રેન્જ રોવર ડિફેન્ડર કારથી તેને કચડીને ઘાયલ કરી હતી. પ્રિયા સિંહના જણાવ્યા અનુસાર, આરોપી અશ્વજીત સિંહ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડિરેક્ટર અનિલ ગાયકવાડનો પુત્ર છે. પ્રિયા સિંહના કહેવા પ્રમાણે, તે અશ્વજીત સાથે સંબંધમાં હતી, પરંતુ મિત્રોની સલાહ પર તેણે તેની સાથે ઝ્યાતતી કરી અને તેને કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો.

પિતા પ્રભાવશાળી હોવાથી પોલિસ કાર્યવાહી ના કરી રહી હોવાનો આક્ષેપ

પ્રિયા સિંહે આપેલ વિગતો અનુસાર, આ ઘટના 11 ડિસેમ્બરે સવારે સાડા ત્રણથી ચાર વાગ્યા આસપાસ બની હતી. પ્રિયા સિંહે તેના બોયફ્રેન્ડ અશ્વજીત વિરુદ્ધ કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી છે. પ્રિયાએ આરોપ લગાવ્યો છે કે તેના બોયફ્રેન્ડના પિતા પ્રભાવશાળી છે. જેના કારણે પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી.

કોઇ આરોપીની નથી કરવામાં આવી હજુ સુધી ધરપકડ

પોલીસ રાજકીય દબાણમાં આવી ગઈ છે અને FIR પાછી ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પ્રિયાએ આરોપ લગાવ્યો કે આ જ કારણે પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. પ્રિયા સિંહે આ મામલે બોયફ્રેન્ડ અશ્વજીત સિંહ, તેના મિત્ર રોમિલ પાટીલ અને ડ્રાઈવર સાગર શેડગે વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. જો કે શુક્રવાર સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by PRIYA SINGH (@priyasingh_official)

Shah Jina