પૃથ્વી અંબાણીની સ્કૂલથી પહેલી તસવીર આવી સામે, ક્યુટ લાગી રહ્યો હતો અંબાણી પરિવારનો રાજકુમાર
ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણી 15 માર્ચ 2022ના રોજ સ્કૂલે ગયા હતા. અંબાણી પરિવાર માટે આ ગર્વની ક્ષણ છે. શાળામાંથી પૃથ્વીનો એક ફોટો સામે આવ્યો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો મોટા દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ ભવ્ય સમારોહમાં થયા હતા. ત્યાં તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. લગ્નના દોઢ વર્ષ પછી એટલે કે 10 ડિસેમ્બર 2020 ના રોજ, આ કપલને એક પુત્રના આર્શીવાદ મળ્યા હતા, જેનું નામ તેઓએ પૃથ્વી આકાશ અંબાણી રાખ્યું હતુ.
હવે પૃથ્વી અંબાણી મોટો થઇ ગયો છે અને તેને સ્કૂલે જવાનો સમય પણ આવી ગયો છે ત્યારે અંબાણી પરિવારના ‘રાજકુમાર’ પૃથ્વીનુ સનફ્લાવર નર્સરી સ્કૂલમાં એડમિશન થયુ છે, જ્યાં તે પહેલીવાર પબ્લિક પ્લેસમાં જોવા મળ્યો હતો. સ્કૂલમાંથી તેની પહેલી તસવીર પણ સામે આવી છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. જે ફોટો સામે આવ્યો છે તેમાં પૃથ્વી ક્લાસમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે લાલ અને સફેદ રંગના કપડા પહેર્યા છે.
તમને જણાવી દઈએ કે આ સ્કૂલ મુંબઈના મલબાર હિલમાં આવેલી છે. આ એ જ નર્સરી સ્કૂલ છે જ્યાં તેના માતા-પિતા, આકાશ અને શ્લોકા અંબાણીએ અભ્યાસ કર્યો હતો. અગાઉ પૃથ્વી અંબાણી સ્કૂલમાંથી બહાર નીકળતી વખતે પેપરાજીના કેમેરામાં કેદ થયો હતો. આ દરમિયાન તેની માતા શ્લોકા મહેતાએ તેને પોતાના ખોળામાં લીધો હતો. સફેદ શર્ટ અને સફેદ માસ્કમાં શ્લોકા સિમ્પલ અને ક્લાસી દેખાતી હતી. આ તસવીરોમાં તેની ડાઉન ટુ અર્થની ઝલક જોવા મળી હતી.
પૃથ્વી અંબાણી 15 માર્ચ 2022ના પ્રથમ દિવસે સ્કૂલે ગયો હતો. અંબાણી પરિવારની એવી ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે તેઓ પૃથ્વીને ‘સામાન્ય’ જીવન આપવા માંગે છે, જે તેમના માટે આખી દુનિયામાંથી મળી રહેલા ધ્યાન વચ્ચે આપવું મુશ્કેલ છે.
View this post on Instagram
પહેલા દિવસે શ્લોકા અંબાણીએ પોતાના પુત્રને સ્કૂલેથી ઘરે લઇ જવાની જવાબદારી લીધી હતી. માતા-પુત્રની સુંદર તસવીરો ફેમીલી ગોલ્સ આપવામાં કોઈ કસર છોડતી ન હતી.
View this post on Instagram
આટલા મોટા પરિવારની વહુ હોવા છતાં, શ્લોકા જે સાદગી સાથે તેના પુત્રને શાળાએથી લઈ ગઈ તે પણ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે તેના બાળકને ‘સામાન્ય જીવન’ આપવા માંગે છે. જો કે, આ અબજોપતિ પરિવારના સભ્યો પાસેથી શીખવા જેવી ઘણી બાબતો છે, જે દર્શાવે છે કે પરિવારનો પ્રેમ જ સર્વસ્વ છે.