ખબર

દુબઈના રાજાની પત્નીનું બોડીગાર્ડ સાથે હતું અફેર, રહસ્ય છુપાવવા માટે આપ્યા હતા 12 કરોડ રૂપિયા

દુબઈના રાજાની આ સ્વરૂપવાન હોટ પત્નીને બોડીગાર્ડ જોડે હતું ઇલુ ઇલુ, પતિએ કહ્યાં વગર જ…રસપ્રદ સ્ટોરી

જોર્ડનની રાજકુમારી અને ત્યારબાદ દુબઈના સાશક શેખની છઠ્ઠી પત્ની હયા બિન્ત હુસૈન વિશે એક નવો ખુલાસો સામે આવ્યો છે. એક રિપોર્ટની અંદર એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજકુમારી હયાના સંબંધો તેના જ બોડીગાર્ડ સાથે હતા. આ રિપોર્ટની અંદર એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હયાના ત્રણ બોડીગાર્ડ સાથે અવૈધ સંબંધો હતા.

Image Source

ડેઇલી મેલના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજકુમારીનું તેના બ્રિટીશ બોડીગાર્ડની સાથે અફેર હતું. તેમને આ વાત છુપાવવા માટે પોતાના બોડીગાર્ડને 12 કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત તેને મોંઘી ભેટ પણ આપી. તેની અંદર 50 લાખની બંદૂક અને 12 લાખની ઘડિયાળ પણ સામેલ છે.

Image Source

રાજકુમારી ઇચ્છતી હતી કે આ વાત છુપાયેલી રહે પરંતુ એવું ના બની શક્યું. બ્રિટેનની કોર્ટમાં ચાલેલી સુનાવણીના આધાર ઉપર ડેઇલી મેલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે દુબઈના શાસકે રાજકુમારી હયાને જણાવ્યા વગર જ શરિયા કાયદા અંતર્ગત તેને ફેબ્રુઆરી 2019માં છૂટાછેડા આપી દીધા. 

Image Source

છેલ્લા ઘણા વર્ષોથી રાજકુમારી બ્રિટેનમાં રહેતી હતી. માનવામાં આવે છે કે બંને વચ્ચે અફેર 2016માં થયું. ત્યારબાદથી જ રાજકુમારી માટે બોડીગાર્ડે કામ કરવાનું શરૂ કર્યું. 46 વર્ષની રાજકુમારીને 37 વર્ષિય બોડીગાર્ડ રસેલ ફ્લાવર સાથે બે વર્ષ સુધી સંબંધો ચાલ્યા.

Image Source

રિપોર્ટ પ્રમાણે રાજકુમારી હયાનો બોડીગાર્ડ પરણિત હતો પરંતુ રાજકુમારી સાથેના અફેરના કારણે બોડીગાર્ડનાં લગ્ન તૂટી ગયા. રાજકુમારી હયા હવે દુબઇ છોડી ચુકી છે અને ઘણા વર્ષોથી બ્રિટેનમાં રહે છે.બાળકોની કસ્ટડીને લઈને પણ તેને બ્રિટેનની કોર્ટમાં કેસ કર્યો હતો અને હયાના પક્ષમાં નિર્ણય આવ્યો હતો. 

Image Source

બોડીગાર્ડ રસેલની પત્નીના એક નજીકના વ્યક્તિના જણાવ્યા અનુસાર રસેલની પત્નીને લાગે છે કે તેના પતિને કરોડો રૂપિયા અને મોંઘી ગિફ્ટ આપીને ષડયંત્રમાં ફસાવવામાં આવ્યો છે. એ પણ કહેવામા આવે છે કે રાજકુમારી હયાએ ત્રણ અન્ય બોડીગાર્ડને પણ રસેલ સાથેના પોતાના સંબંધોને લઈને ચૂપ રહેવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા. 

Image Source

રાજકુમારી હયાએ દુબઇ શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની છઠ્ઠી અને સૌથી નાની ઉંમરની પત્ની હતી.