BREAKING : વિદેશી જોડે લગ્ન કરનાર પ્રીતિ ઝિંટાની ઘરે ફરી ગુંજી કિલકારી, બે-બે બાળકોની માતા બની જુઓ

બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા અને તેના પતિ જીન ગુડઇનફના ઘરે ખુશીઓએ દસ્તક દીધી છે. 46 વર્ષની ઉંમરે અભિનેત્રી બે બાળકોની માતા બની છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. તેણે આ સાથે જ બાળકોના નામની પણ ઘોષણા કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, પ્રીતિએ સરોગેસીની મદદથી બાળકોને જન્મ આપ્યો છે.

સોશિયલ મીડિયા દ્વારા આ ખુશીના સમાચાર શેર કરતા પ્રીતિએ લખ્યું, “હું આજે તમારા બધા સાથે આ સારા સમાચાર શેર કરવા માંગતી હતી. જીન અને હું ખૂબ ખુશ છીએ. અમે અમારા પરિવારમાં અમારા ટ્વિન્સ જય ઝિન્ટા ગુડઇનફ અને જિયા ઝિન્ટા ગુડઇનફનું સ્વાગત કરીએ છીએ. અમે અમારા જીવનના આ નવા તબક્કા વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ અવિશ્વસનીય યાત્રાનો ભાગ બનવા માટે ડૉક્ટરો, નર્સો અને અમારા સરોગેટ્સનો હૃદયપૂર્વક આભાર. ઘણો પ્રેમ – જીન, પ્રીતિ, જય અને જિયા.’ પ્રીતિએ તેના બાળકોના નામ જય અને જિયા રાખ્યા છે.

પ્રીતિની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતા જ બધા અભિનેત્રીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ પોસ્ટ પર ઘણા બોલિવુડ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે ચાહકો પણ કમેન્ટ કરી રહ્યા છે અને તેને શુભકામના આપી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે, પ્રીતિની ગણતરી બોલિવુડની સફળ અભિનેત્રીઓમાં થાય છે. તેણે બોલિવુડમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી તે ફિલ્મોથી દૂર છે. પરંતુ તે IPL સમયે ભારતમાં જ રહે છે.

Shah Jina