કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદને લઈને આવી મોટી આગાહી ! જાણીને તમે પણ હમચમચી જશો…

આંધી, તોફાન, માવઠું…અંબાલાલ પટેલની ભરઉનાળે ભૂક્કા બોલાવે તેવી આગાહી- જાણો આગાહી

Predictions of Ambalal Patel : હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારથી લઈને રાત્રે પણ હવે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે અને આવા સમયમાં લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ પસંદ નથી કરી રહ્યા. ત્યારે આ બધા વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. કમોસમી વરસાદને લઈને થયેલી આ આગાહીથી હવે લોકો પણ ચિંતાતુર બની ગયા છે.

પોતાની આગાહીમાં અંબાલાલે જણાવ્યું કે, “આવતીકાલથી 26 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે. તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે.”

અંબાલાલે વધુમાં જણાવ્યું કે, “અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી 41 ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે. તો કચ્છમાં ગરમીનો પારો 41 ડિગ્રી તાપમાન રહેશે. જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં 38 થી 40 ડિગ્રીએ પહોંચી જશે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. આ ઉપરાંત આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે.

કમોસમી વરસાદને આગાહી કરતા અંબાલાલે જણાવ્યું કે, “10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે.” રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.

Niraj Patel