“સિંઘમ”માં જયકાંત શિખરેનો રોલ પ્લે કરનાર આ અભિનેતા છે આટલા કરોડની સંપત્તિના માલિક, રકમ જાણી હોંશ ઉડી જશે

આટલા કરોડની પ્રોપર્ટીના માલિક છે 56 વર્ષની ઉંમરે ફરીવાર લગ્ન કરનાર આ અભિનેતા, 50 વર્ષની ઉંમરે બન્યા હતા પિતા

બોલિવુડ અભિનેતા અજય દેવગન સ્ટારર ફિલ્મ “સિંઘમ”માં જયકાંત શિખરેનો રોલ પ્લે કરનાર અભિનેતા પ્રકાશ રાજે હાલમાં જ તેમની પત્ની પોની વર્મા સાથે બીજીવાર લગ્ન કર્યા છે. 56 વર્ષિય પ્રકાશ રાજે 24 ઓગસ્ટના રોજ તેમના દીકરા વેદાંતની ઇચ્છા પૂરી કરવા માટે વેડિંગ એનિવર્સરીના દિવસે પત્ની સાથે ફરીવાર લગ્ન કર્યા હતા.

પ્રકાશ રાજે વર્ષ 1990માં કન્નડ ફિલ્મ “મુથિના હારા”થી શરૂઆત કરી હતી. તેમણે 31 વર્ષના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. સેલેબ નેટવર્થ અનુસાર, પ્રકાશ રાજ 25 મિલિયન ડોલર એટલે કે લગભગ 185 કરોડની પ્રોપર્ટીના માલિક છે. પ્રકાશ રાજની વર્ષની કમાણી 2.5 કરોડ રૂપિયા છે. તેમની ઇનકમનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો, ટીવી અને સ્ટેજ શો છે. આ ઉપરાંત તેઓ એક પ્રોડ્કશન કંપની ડ્યુએટ પણ ચલાવે છે. જે અલગ અલગ ભાષાઓની ફિલ્મો બનાવે છે.

પ્રકાશ રાજ આજે ભલે કરોડોની પ્રોપર્ટીના માલિક હોય પરંતુ એક સમય એવો હતો જયારે તેમને થિયેટરમાં કામ કરવા બદલ 300 રૂપિયા મળતા હતા. તેમણે શરૂઆતી સમયમાં થિયેટરમાં કામ કર્યુ છે. પ્રકાશ રાજ અનુસાર તેમણે કયારેય મેનેજર નથી રાખ્યો, તેઓ પોતાની ફિસ પોતે નક્કી કરે છે. તમને જણાવી દઇએ કે, તેઓ તેમની કમાણીનો 20 ટકા હિસ્સો દાન કરી દે છે.

“સિંઘમ” “વોન્ટેડ” “દબંગ 2” અને “હિરોપંતિ”માં નજર આવી ચૂકેલા અભિનેતા પ્રકાશ રાજે વર્ષ 2010માં 24 ઓગસ્ટના રોજ બીજા લગ્ન કર્યા હતા. આ પહેલા તેમણે 1994માં તમિલ અભિનેત્રી લલિતા કુમારી સાથે લગ્ન કર્યા હતા. તેમને પહેલા લગ્નથી બે દીકરીઓ અને એક દીકરો છે. પરંતુ તેમના દીકરાનું નિધન 5 વર્ષની ઉંમરે જ થઇ ગયુ હતુ. પહેલી પત્નીથી પ્રકાશ રાજને બે દીકરીઓ મેઘના અને પૂજા છે.

દીકરાના નિધન બાદ પ્રકાશ રાજ અને લલિતાના લગ્ન પણ તૂટી ગયા હતા. બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. તે બાદ 32 વર્ષિય કોરિયોગ્રાફર પોની વર્માની પ્રકાશ રાજના જીવનમાં એંટ્રી થઇ. આજે તેમનો એક દીકરો છે. જેના માટે તેમણે ફરીવાર લગ્ન કર્યા છે. તમને જણાવી દઇએ  કે,  પોની વર્મા પ્રકાશ રાજથી ઉંમરમાં લગભગ 13 વર્ષ નાની છે.

પ્રકાશ રાજને આજે કોઇ પણ ઓળખની જરૂર નથી. ઘણા નેશનલ એવોર્ડ્સ જીતી ચૂકેલ પ્રકાશ રાજ સાઉથથી લઇને બોલિવુડ ફિલ્મી દુનિયા સુધી તેમના વિલન અંદાજ માટે ખૂબ પ્રચલિત છે. પ્રકાશ રાજની પ્રોફેશનલ લાઇફ જેટલી મજબૂત રહી છે તેમની પર્સનલ લાઇફમાં તેટલી ઉઠાપટક રહી છે. પ્રકાશ રાજે 24 ઓગસ્ટના રોજ તેમના બીજા લગ્નની વર્ષગાઠ સેલિબ્રેટ કરી હતી. 45ની ઉંમરમાં તેમના જીવનમાંં 13 વર્ષ નાની છોકરીએ એંટ્રી કરી હતી.

સાઉથ અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવનાર અભિનેતા પ્રકાશ રાજનો જન્મ 26 માર્ચ 1965ના રોજ બેંગ્લોરમાં થયો હતો. તેમનું અસલી નામ પ્રકાશ રાય છે, તેમણે તેમનું નામ તમિલ ડાયરેક્ટરના કહેવા પર બદલ્યુ હતુ. પ્રકાશ રાજે તેમના અભિનય કરિયરની શરૂઆત દૂરદર્શન પર ટેલિકાસ્ટ થનાર ધારાવાહિક “બિસિલુ કુદુરે”થી કરી હતી. આ ધારાવાહિકમાં તેમના કામની ઘણી સરાહના થઇ હતી.

પ્રકાશ રાજે બોલિવુડમાં પણ નસીબ અજમાવ્યુ હતુુ. તેમણે વિલન તરીકે ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી છે. તે ઘણી ફિલ્મોમાં વિલન બન્યા હતા. જેમાં સિંઘમ, દબંગ 2, વોન્ટેડ, સિંહ સાહબ ધ ગ્રેટ, બુઢ્ઢા હોગા તેરા બાપ, જંજીર જેવી ફિલ્મો સામેલ છે. પ્રકાશ રાજ ઘણા ટેલેન્ટેડ છે. તે માત્ર અભિનેતા જ નહિ પરંતુ ડાયરેક્ટર પણ છે. બોલિવુડમાં આવ્યા પહેલા તેઓ તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં ધમાલ મચાવી ચૂક્યા છે.

Shah Jina