જીવનશૈલી

સગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો છે આ 2 મિનિટનો ડાન્સ, જુઓ વિડીયો

દીકરી પોતાના પિતાની હંમેશા લાડકી હોય છે, એક પિતા હંમેશા જાણતો હોય છે કે તેની દીકરી લગ્ન બાદ કોઈ બીજા વ્યક્તિના ઘરે જવાની છે તે છતાં તે પોતાની દીકરીને ખુબ જ લાડ પ્રેમથી ઉછેરતા હોય છે. એક પુરુષની આંખમાં ક્યારેક જ આંસુ આવે છે,

પરંતુ દીકરીની વિદાય વખતે દરેક બાપ પોક મૂકીને રડતો હોય છે, ભલે ગમે એટલી કઠોર વ્યક્તિ જ કેમના હોય તો પણ દીકરીના વિદાય સમયે એની આંખો ભીની થયા વિના નથી રહી શકતી. કરોડપતિ બાપની દીકરીની વિદાય હોય કે ઝૂંપડીમાં રહેતા કોઈ ગરીબ બાપની દીકરીની વિદાય, પરંતુ એક દીકરીના બાપની વિદાયની વેદના તો સરખી જ હોય છે.

દીકરીઓ પારકી થાપણ હોય છે. આ વાત માં-બાપ પહેલાથી જ જાણતા-સમજતા હોય છે પણ તેનો અનુભવ ત્યારે કરે છે જ્યારે દીકરીને વિદાય કરવાના તેઓની પાસે અમુક જ કલાકો બાકી હોય છે. એક દીકરી આજે કોઈપણ બાબતમાં દીકરાઓથી ઓછી નથી. અને એ પણ છે કે દીકરાઓની તુલનામાં દીકરીઓ પોતાના માં-બાપની વધારે ચિંતા કરે છે.

એક દીકરા માટે લગ્ન પછી તેના માં-બાપ ભલે એક બોજ હોઈ શકે પણ એક દીકરી માટે માં-બાપ ક્યારેય પણ બોજ નથી હોતા. તેને લગ્ન પછી પણ સાસરે પોતાના પતિના માં-બાપનું ધ્યાન રાખવાનું રહે છે.

એક દીકરી માટે માં-બાપનો સંબંધ એકદમ અલગ જ હોય છે. દીકરીઓ જ હોય છે જે પોતાના માં-બાપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. દીકરીઓ જ હોય છે જે ઘરમાં પોતાની માં ની મદદ કરે છે. માટે જ્યારે દીકરીઓ વિદાઈ લઈને જાય છે તો સૌથી વધારે દુઃખ માં-બાપ ને થાય છે.

આજકાલ સોંશીયલ મીડિયા પર એવા અનેક વિડીયો વાઇરલ થઇ રહ્યા છે જેમાં દુલ્હન ડાન્સ કરતી જોવા મળે છે. આજે તો જાણે કે તે એક ટ્રેન્ડ બની ગયું છે. તમને ઇન્ટરનેટ પર આવા ઘણા વિડીયો જોવા મળી જશે.

પણ એવા વિડીયો ખુબ ઓછા જોયા હશે જેમાં છોકરીઓ પોતાના માં-બાપ માટે સ્પેશિયલ પરફોર્મ કરતી હોય. એવો જ એક વિડીયો હાલ વાઇરલ થઇ રહ્યો છેજેમાં એક છોકરી પોતાની જ સગાઈ માં માતા-પિતા માટે ડાન્સ કરે છે. પોતાની દીકરીનો આવો ડાન્સ જોઈને પાસે ઉભેલા માં-બાપની આંખોમાં પણ આંસુ આવી જાય છે.

દીકરીનો ડાન્સ જોઈને ભાવુક થયા માં-બાપ: ડાન્સ શરૂ થયાના પહેલા છોકરીની એક ભાવુક સ્પિચ પણ આવે છે જેમાં તે પોતાના માં-બાપનો આભાર વ્યક્ત કરે છે. સૌથી પહેલા છોકરી એ ફિલ્મ રાજી ના ગીત ‘ઉંગલી પકડકે તુને’ પર ડાન્સ કર્યો. તેના પછી એક અન્ય ગીત પર બહેનની સાથે ભાવુક પ્રફોર્મેન્સ આપ્યુ. પ્રફોર્મેન્સને જોઈને માં-બાપ ખુબ જ ભાવુક થઇ જાય છ.

ડાન્સ પૂરો થતા જ દુલ્હન સ્ટેજ પરથી નીચે આવે છે અને પોતાના માં-બાપને ગળે લગાડી લે છે. આ વિડીયો ખુબ જ ભાવુક કરી દેનારો છે અને તેને જોયા પછી તમારી આંખોમાં પણ આંસુ આવી જાશે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. આ વિડીયો તે દરેક દીકરીને સમર્પિત છે જેઓના લગ્ન થઇ ગયા છે કે પછી થવાના છે.

જુઓ વિડીયો…

દીકરીની વિદાય સમયે એક બાપ હોય કે બાજુમાં ઉભેલી કોઈ વ્યક્તિ, આ એવો પ્રસંગ છે જે દરેકની આંખમાં આંસુ લઈ આવે છે, આ એ સમય છે જયારે પથ્થર જેવો બાપ પણ રડી જાય છે. તમારી આંખોમાં પણ કોઈ દીકરીના વિદાય સમયે આંસુઓ જરૂર આવ્યા જ હશે. તમે પણ ક્યાંક ને ક્યાંક આ પ્રંસગમાં ભાવુક તો થયા જ હશો. આ વિડિઓ તમને તમારા કોઈ સ્નેહીજનની વિદાયની ચોક્કસ યાદ આપાવશે.