ફિલ્મી દુનિયા

આ હિરોઈનનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે જન્મથી જ હૃદયમાં છે કાણું- જાણો વિગત

ટીવીની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા સખુજાની ફિલ્મ ‘ઉજડા ચમન’ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં નાનો પણ મહત્વનો રોલ નિભાવતી ઐશ્વર્યાએ તેની હેલ્થને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.

હાલ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઐશ્વર્યાએ તેની બીમારી વિશે જણાવ્યું કે, ‘ હું હંમેશા મારા પિતા સાથે મજાક કરું છું કે એમને કેવું ડીફેક્ટિવ બાળક પેદા કર્યું છે.’

ઐશ્વર્યાએ આગળ કહ્યું કે, ‘ બાળપણથી મારા હૃદયમાં કાણું છે અને મારી આંખોમાં પણ પ્રોબ્લેમ છે. એ સિવાય બીજી ઘણી બીમારીઓ સામે લડી રહી છું. આવી મુસીબતોથી મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા તો પણ હું હજુ કામ કરું છું. હું મારા શરીરનું સમ્માન કરું છું. ભલે હું કામ કરતા વધુ સમય મારા સ્વાસ્થ્ય અને ખુશીને આપું છું.’

આટલા સમય ટીવીથી દૂર રહેવા પર પણ ઐશ્વર્યા બોલી કે, ‘મારી પાસે સારું કામ નહતું આવી રહ્યું અને હું કામ મારી ખુશી માટે કરવા માંગુ છું પૈસા માટે નહીં. મારી માટે પૈસા કરતા ખુશીની વેલ્યુ વધારે છે. હું એવા કામની રાહ જોઉં છું જેને કરીને મને ખુશી મળે અને એવું કામ હાલ મારી પાસે આવી નથી રહ્યું.’

1 નવેમ્બરના રિલીઝ થયેલ ફિલ્મ ‘ઉજડા ચમન’માં ઐશ્વર્યા સામે લીડ એક્ટર તરીકે સની સિંહ છે. આ ફિલ્મના નિર્દેશક અભિષેક પાઠક છે. ઐશ્વર્યા અને સની સિંહ સિવાય આ ફિલ્મમાં માનવી ગગરું, અતુલ કુમાર, શારિબ હાશમી, કરિશ્મા શર્મા અને સૌરભ શુક્લા જોવા મળ્યા છે.

ઐશ્વર્યા સખુજાએ વર્ષ 2008માં ‘હેલો કૌન?પહચાન કૌન?’થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેના કરીઅરની શરૂઆત કરી હતી.એ બાદ ‘લિફ્ટ કરા દે’, ‘સાસ બીના સસુરાલ’, ‘મૈં ના ભુલૂંગી’ સીરિયલમાં નજર આવી હતી. એ સિવાય ઘણા શો હોસ્ટ કરી ચુકી છે.’નચ બલિયે’ શો માં હોસ્ટ તરીકે અને ‘ખતરો કે ખિલાડી’ સીઝન સાતમાં કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઈ હતી.

ઐશ્વર્યા છેલ્લી વખત સિરિયલ ‘ચંદ્રશેખર’ માં નજર આવી હતી. ફિલ્મ ‘ઉજડા ચમન’ પહેલા ઐશ્વર્યા ‘યુ આર માઇ જાન’માં પણ દેખાઈ હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.