પૂનમ પાંડેની મોતની ખબર આપવાવાળી બહેન ગાયબ, પરિવારના અન્ય સભ્યોનો પણ ફોન બંધ…ગહેરાયુ સસ્પેંસ

‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, કયા ગમ હૈ જિસકો છુપા રહે હો’ જગજીતની આ લાઇન્સ એક્ટ્રેસ પૂનમ પાંડે પર એકદમ ફીટ થઇ રહી છે. કોણ જાણતુ હતુ કે હંમેશા હસતી રહેનારી પૂનમ પાંડે કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. 2 ફેબ્રુઆરીએ સવારે જ્યારે એક્ટ્રેસના મોતની ખબર સામે આવી તો બધા ચોંકી ગયા. પૂનમે 32 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ.

પૂનમના નિધનની જાણકારી તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યુ હતુ કે તેનું મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયુ છે. ત્યારે ચાહકો અને મિત્રો માટે આ ખબર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પૂનમ સર્વાઇકલ કેન્સરથી લડી રહી હતી અને આ વિશે કોઇને જાણકારી પણ નહોતી. ત્યારે બધાના મનમાં ઘણા સવાલ છે, પૂનમના ચાહકો અને મિત્રો એ જાણવા માગે છે કે આખરે પૂનમની ડેડ બોડી ક્યા છે ?

તેનું મોત ક્યાં થયુ ? તેના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થવાના છે ? જો કે આ સવાલના જવાબ તેનો પરિવાર જ આપી શકે છે. જો કે, એક્ટ્રેસની મોતની ખબર બાદથી ફેમીલીનો કોઇ પતો નથી, પૂનમની બહેને પણ તેનો ફોન બંધ કરી લીધો છે. બધા જ પૂનમના પરિવારના જવાબની રાહ જોઇ રહ્યા છે. પૂનમ પાંડેની અચાનક મોતની ખબર સાંભળી તેનો બોડીગાર્ડ પણ શોક્ડ છે.

એક વેબપોર્ટલ સાથે વાતચીતમાં તેના બોડીગાર્ડ આમિન ખાને કહ્યુ કે- મને મોતની ખબર પર વિશ્વાસ નથી થઇ રહ્યો, હું તેમની બહેન સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યો છું, પણ તે જવાબ નથી આપી રહ્યા. મીડિયા દ્વારા જ મને નિધનની ખબર મળી. 31 જાન્યુઆરીએ શુટિંગ દરમિયાન તે પૂનમ પાંડે સાથે જ હતો.  જોકે, હવે એ તો પૂનમનો પરિવાર જ કહી શકે છે આ બધુ શું થઇ રહ્યુ છે અને પૂનમના મોતની ખબર સાચી પણ છે કે નહિ.

Shah Jina