પૂનમ પાંડે કે જેનું યોની કેન્સરના કારણે મોત થયુ, તેના લક્ષણો શું છે અને તેનાથી બચવા શું કરવું- દરેક પુરુષો અને મહિલાઓ વાંચે

એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેનું 1 ફેબ્રુઆરીએ રાત્રે સર્વાઇકલ કેન્સરને કારણે નિધન થયુ છે. આ દુખદ ખબરને પૂનમ પાંડેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી. પૂનમ પાંડે માત્ર 32 વર્ષની હતી. ANIએ પોતાના સમાચારમાં લખ્યું છે કે પૂનમના મેનેજરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે પૂનમને થોડા દિવસ પહેલા જ આ કેન્સરની ખબર પડી હતી. પૂનમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે, ‘આજની ​​સવાર અમારા માટે મુશ્કેલ છે.

તમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે સર્વાઇકલ કેન્સરને કારણે અમે અમારી પ્રિય પૂનમને ગુમાવી દીધી છે. જે પણ તેના સંપર્કમાં આવ્યા, તે તેને પ્રેમથી મળી. અમે દુઃખના આ સમયમાં પ્રાઇવસીની વિનંતી કરીએ છીએ. કહેવામાં આવી રહ્યું છે કે પૂનમનું મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. સર્વાઇકલ કેન્સર એ કેન્સર છે જે ગર્ભાશય ગ્રીવાની કોશિકાઓમાં શરૂ થાય છે. તે મહિલાઓમાં થનાર ચોથું સૌથી મોટુ કેન્સર છે.  આ કેન્સરને યોની કેન્સર પણ કહેવાય છે.

બિઝનેસ ટુડેના રિપોર્ટ (REF) અનુસાર, ભારતમાં મહિલાઓના કેન્સરમાં સર્વાઇકલ કેન્સર બીજા સ્થાન પર છે. વર્ષ 2020માં 123,000 થી વધારે મામલા સામે આવ્યા, જ્યારે 77,000 મોત થયા. ચાલો જાણીએ સર્વાઇકલ કેન્સર છે શું, તેના કારણો શું છે અને તેને કેવી રીતે અટકાવી શકાય છે. WHO અનુસાર, સર્વાઇકલ કેન્સર એ કેન્સર છે જે જે ગર્ભાશય ગ્રીવાની કોશિકાઓમાં શરૂ થાય છે. ગર્ભાશય ગ્રીવા ગર્ભાશયને યોનિથી જોડે છે. સર્વાઇકલ કેન્સર સામાન્ય રીતે સમય જતાં ધીમે ધીમે વિકસે છે.

ગર્ભાશય ગ્રીવામાં કેન્સર થયા પહેલા, ગર્ભાશય ગ્રીવાની કોશિકાઓ ‘ડિસપ્લેસિયા’ નામના પરિવર્તનોથી ગુજરે છે, જેમાં ગર્ભાશય ગ્રીવાના ઉતકોમાં અસામાન્ય કોશિકાઓ દેખાવા લાગે છે. એવામાં સમય સાથે જો તેની સારવાર ના કરવામાં આવે તો અસામાન્ય કોશિકાઓ કેન્સર કોશિકાઓ બની શકે છે અને વધવા લાગે છે. સાથે જ ગર્ભાશય ગ્રીવા અને આસપાસના ક્ષેત્રોમાં વધારે ઊંડાઇ સુધી ફેલાઇ જાય છે. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

સર્વાઇકલ કેન્સરના લક્ષણો
પાણી જેવું લોહી કે લોહી યોનિ સ્ત્રાવ
યોનિ સ્ત્રાવમાં દુર્ગંધ આવવી
યૌન સંબંધ બાદ યોનિમાંથી રક્તસ્રાવ
પીરિયડ્સ વચ્ચે રક્તસ્ત્રાવ
લાંબા સમય સુધી અને ભારે માસિક સ્રાવ
પગમાં સોજો
પેલ્વિક હિસ્લો, પગ અને બેક પેઇન

સર્વાઇકલ કેન્સરના પ્રકાર: સ્ક્વૈમસ સેલ કાર્સિનોમા: મોટાભાગના સર્વાઇકલ કેન્સર (90% સુધી) સ્ક્વૈમસ સેલ કાર્સિનોમા હોય છે. આ કેન્સર એક્ટોસર્વિક્સની કોશિકાઓમાંથી વિકસે છે.

એડેનોકાર્સિનોમા: સર્વાઈકલ એડેનોકાર્સિનોમા એન્ડોસેર્વિક્સના ગ્રંથિ કોષોમાં વિકસે છે. ક્લિયર સેલ એડેનોકાર્સિનોમા, જેને ક્લિયર સેલ કાર્સિનોમા અથવા મેસોનેફ્રોમા પણ કહેવાય છે, તે સર્વાઇકલ એડેનોકાર્સિનોમાનો એક દુર્લભ પ્રકાર છે. કેટલીકવાર સર્વાઇકલ કેન્સરમાં સ્ક્વામસ સેલ કાર્સિનોમા અને એડેનોકાર્સિનોમા બંને લક્ષણો હોય છે. તેને મિશ્ર કાર્સિનોમા અથવા એડેનોસ્ક્વામસ કાર્સિનોમા કહેવામાં આવે છે. ખૂબ જ ભાગ્યે જ, સર્વિક્સના અન્ય કોષોમાં કેન્સર વિકસે છે.

સર્વાઇકલ કેન્સર બચાવ અને સારવાર
નિયમિત સ્ક્રીનીંગ
સેફ સેક્સ
વજન નિયંત્રિત કરો
તણાવ ઓછો કરો
આરોગ્યપ્રદ ખોરાક
નો સ્મોકિંગ અને મર્યાદિત આલ્કોહોલ

સર્વાઇકલ કેન્સર સંબંધિત ચોંકાવનારા ફેક્ટ્સ
2020માં અંદાજિત 604,000 નવા કેસ અને 342,000 મોત સાથે સર્વાઇકલ કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓમાં ચોથું સૌથી મોટુ કેન્સર છે. સર્વાઇકલ કેન્સરની સૌથી વધુ ઘટનાઓ અને મૃત્યુદર ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં છે, જે ચિંતાજનક છે.

એચઆઇવી ધરાવતી સ્ત્રીઓમાં એચઆઇવી વિનાની સ્ત્રીઓ કરતાં સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા 6 ગણી વધુ હોય છે. HPV સામે પ્રોફીલેક્ટીક રસીકરણ, સ્ક્રિનિંગ અને પૂર્વ-કેન્સરિયસ જખમની સારવાર એ સર્વાઇકલ કેન્સરને રોકવાની સૌથી અસરકારક રીતો છે.ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રારંભિક તબક્કામાં નિદાન થાય અને તેની તાત્કાલિક સારવાર કરવામાં આવે તો તેને મટાડી શકાય છે.ભલે વિશ્વભરના દેશો સર્વાઇકલ કેન્સર નાબૂદીને વેગ આપવા માટે કામ કરી રહ્યા છે, તે એક મોટી સમસ્યા છે.

(નોટ: ઉપરોક્ત માહિતી સામાન્ય જાણકારી માટે છે, કોઇ પણ રીતથી દવા કે સારવારનો વિકલ્પ નથી. વધારે જાણકારી માટે ડોક્ટરનો સંપર્ક કરો.)

Shah Jina