પ્રેગ્નેંસીમાં પણ નથી થમી રહી પૂજા બેનર્જીની સ્ટાઇલ, વ્હાઇટ જાળીદાર ગાઉનમાં બેબી બંપ થામી કરાવ્યુ ફોટોશૂટ; જુઓ ક્યૂટ તસવીરો
ઘણી ટીવી એક્ટ્રેસેસની સ્ટાઇલ હંમેશા ચર્ચામાં રહે છે, આ લિસ્ટમાં પૂજા બેનર્જીનું નામ પણ સામેલ છે, જે ટૂંક સમયમાં બીજા બાળકની માતા બનવાની છે. પ્રેગ્નેંસીના એનાઉન્સમેન્ટ બાદ તેના ફોટોશૂટનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. દરરોજ તે તેના નવા લુકમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
તાજેતરમાં પણ આવું જ કંઇક બન્યુ. કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી પૂજા બેનર્જી આ દિવસોમાં તેના જીવનના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે માતા બનવાની આ સુંદર સફરના દરેક ક્ષણનો આનંદ માણી રહી છે. અભિનેત્રીએ તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ઓફ-શોલ્ડર વ્હાઇટ ગાઉનમાં જોવા મળી રહી છે.
તસવીરોમાં પૂજા તેના બેબી બંપને પકડીને પોઝ આપી રહી છે. તેના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એક્ટ્રેસને પહેલેથી જ 3 વર્ષની દીકરી છે, જેનો જન્મ 2022 માં થયો હતો. અહેવાલો છે કે અભિનેત્રી જૂનમાં બાળકને જન્મ આપશે. પૂજાએ 2018 માં સંદીપ સેજવાલ સાથે લગ્ન કર્યા હતા.
બંનેના લગ્નના 8 વર્ષ થઇ ગયા છે અને હવે આ દંપતી ફરીથી પેરેન્ટ્સ બનવાના છે. પૂજાએ ખુલાસો કર્યો હતો કે તે હંમેશા બે બાળકો ઇચ્છતી હતી. તેની આ ઇચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે. પૂજાએ કહ્યું, ‘હું મારા બાળકો સાથે સમય વિતાવવા માંગુ છું.’
પોતાના પહેલા બાળક વિશે વાત કરતાં, અભિનેત્રીએ જણાવ્યું કે તેની પુત્રી ઘણી સમજદાર બની ગઈ છે અને તે તેના આવનારા ભાઈ-બહેનનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.