ફ્રાન્સમાં 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ સમારોહમાં ભારત અને વિદેશની ઘણી પ્રખ્યાત હસ્તીઓ તેમના અનોખા દેખાવથી રેડ કાર્પેટ પર પોતાનું આકર્ષણ ફેલાવતી જોવા મળે છે. બૉલીવુડ સુંદરીઓનો ગ્લેમર જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન, ભારતીય મોડેલ રુચી ગુર્જરે પોતાની અનોખી શૈલીથી કાન્સમાં સૌનું ધ્યાન ખેંચ્યું. મિસ હરિયાણા 2023, રુચિ, કાન્સના રેડ કાર્પેટ પર રાજસ્થાની બ્રાઇડલ લૂક સાથે પહોંચી. આ દરમિયાન, બધાનું ધ્યાન તેમના કસ્ટમાઇઝ્ડ નેકલેસ પર ગયું જેમાં પીએમ મોદીના ત્રણ ફોટા મૂકવામાં આવ્યા હતા.
રુચિનો નેકલેસ ટ્રેડિશનલ રાજસ્થાની હતો. તેમણે સોનેરી રંગના લહેંગા ચોલી પહેર્યા હતા. આ આઉટફિટ ડિઝાઇનર રૂપા શર્માએ બનાવ્યો હતો, જેમા મિરર વર્ક સાથે સાથે ગોટાપત્તી અને એમ્બ્રોઇડરી હતી. આ ડ્રેસ સાથે રુચિએ બાંધણી દુપટ્ટો પેર કર્યો હતો જેમા ઝરદોજી અને ગોટાપત્તીનું વર્ક કરવામાં આવ્યું હતું. દુપટ્ટા વિશે તેમણે કહ્યું— ‘આ દુપટ્ટો પહેરતાં મને એવું લાગ્યું કે જાણે હું રાજસ્થાનની આત્માને ઓઢી રહી છું.
કાન્સમાં આ લૂક વિશે રુચિએ કહ્યું, ‘આ હાર જ્વેલરીથી ઘણો વધારે છે. આ શક્તિ, અને વૈશ્વિક લેવલ પર ભારત ના ઉત્થાનનુ પ્રતિક છે. કાન્સમાં આ પહેરીને હું અમારા પ્રધાનમંત્રીનું સન્માન કરવા માગતી હતી, જેઓની લીડરશિપ એ ભારતને નવી ઉંચાઇએ પહોંચાડ્યું છે.’ વધુમાં કહ્યું- ‘પ્રધાનમંત્રી મોદીએ વિશ્વભરમાં ભારત ની છબીને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. હું એ ગૌરવ ને મારી સાથે લઈ ચલવા માગતી હતી. કાન્સમાં રાજસ્થાન અને ભારતને રિપ્રેઝેન્ટ કરવું મારા માટે માત્ર એક પળ નથી,આ વિશ્વને સંદેશ છે કે અમે ક્યાં છીએ. રુચિ ગુજ્જરે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાન્સના રેડ કાર્પેટથી તેમના લૂક ની ભાવનાત્મક તસવીરો શેર કરી છે. સાથે કેપ્શનમાં લખ્યું, ‘ઇન્ડિયા માટે પ્રાઉડ મૂમન્ટ.’
જણાવી દઈએ કે મૂળ રાજસ્થાનના ગુર્જર પરિવારમાં જન્મેલી, રુચિ ગુર્જર એક વ્યાવસાયિક મોડેલ છે. વર્ષ 2023માં તેણે મોડેલિંગ ક્ષેત્રે સફળતા મેળવી અને મિસ હરિયાણાનો ખિતાબ જીત્યો. એટલું જ નહીં, રુચીએ રાજસ્થાનની જયપુર મહારાણી ડિગ્રી કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને તેની આંખોમાં ફિલ્મ સ્ટાર બનવાનું સ્વપ્ન લઈને મુંબઈ આવી. રુચિ ગુર્જર સપનાના શહેરમાં મોડેલિંગ કરી રહી છે.
રુચિના બે ગીતો વાયરલ થયા છે, જેમાં તેણીને અભિનેત્રી તરીકે ઘણી પ્રશંસા મળી છે.તમને જણાવી દઈએ કે રુચિ ગુર્જરના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 8 લાખથી વધુ ફોલોઅર્સ છે.