ઈંડિગોની ફ્લાઈટ પર કરાં પડતાં તૂટયો આગળનો ભાગ, ફ્લાઇટ ધ્રુજવા લાગતા મુસાફરોની નીકળી ચીસો! શ્રીનગરમાં થયું ઈમરજન્સી લેન્ડીંગ, જુઓ વીડિયો

દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E2142ને રસ્તામાં ગંભીર હવામાનનો સામનો કરવો પડ્યો.જણાવી દઈએ કે ઉડાન દરમ્યાન દિલ્હીથી શ્રીનગર વચ્ચે બરફીલો વરસાદ અને કરા પડ્યા હતા, ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ હતી. ફ્લાઇટ ધ્રુજવા લાગી કે તરત જ તેમાં સવાર મુસાફરો ડરથી ચીસો પાડવા લાગ્યા. આ દરમ્યાન પાયલટે એટીસી શ્રીનગરને ઈમરજન્સી સૂચના આપી અને તેને થોડી વાર બાદ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું.

વધુમાં ફલાઇટમાં 227 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો અને પાયલોટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ખરાબ હવામાન છતાં પાયલટ અને ક્રૂની સૂઝબૂઝના કારણે વિમાન સુરક્ષિત રીતે 18.30 વાગ્યે શ્રીનગર એરપોર્ટ પર લેન્ડ થયું. સુરક્ષિત ઉતરાણ પછી, એવું જોવા મળ્યું કે ફ્લાઇટનો આગળનો ભાગ તૂટી ગયો હતો. આ કારણે, એરલાઇને વિમાનને AOG (એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ) જાહેર કર્યું છે, જેનો અર્થ એ છે કે આ ફ્લાઇટ હાલમાં ઉડાન ભરવાની સ્થિતિમાં નથી.

ઇન્ડિગોએ જણાવ્યું હતું કે કરા પડવાના કારણે કટોકટીની સ્થિતિ ઊભી થઈ હતી. જોકે, આગળનો ભાગ કેવી રીતે તૂટી ગયો તે જણાવવામાં આવ્યું ન હતું. ઈન્ડિગો એરલાઈને આ વિમાનને એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ ઘોષિત કરી દીધું છે. જેનાથી આ વિમાન ટેકનિકલી તપાસ અને રિપેર માટે બેસપ્લેન રહેશે. ઈન્ડિગો એરલાઈન્સે આ અગાઉ ગોવા માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં ચેતવણી આપી હતી કે રાજ્યમાં ચાલી રહેલા વરસાદના કારણે ઉડાન પ્રભાવિત થઈ શકે છે. જેનાથી યાત્રામાં મોડું થઈ શકે છે.

Raina
error: Unable To Copy Protected Content!