બોલિવૂડના ઘણા મોટા સેલિબ્રિટીઓએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. ચાહકો ઐશ્વર્યા રાયના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ લુકની સૌથી વધુ રાહ જોઈ રહ્યા હતા. ચાહકોની આ રાહ હવે પૂરી થઈ ગઈ છે. ઐશ્વર્યા રાયનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય દેશી અંદાજમાં જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર તેના લુકની ખૂબ પ્રશંસા થઈ રહી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાય બચ્ચન સફેદ બનારસી સાડીમાં જોવા મળી હતી. ઐશ્વર્યા રાય બચ્ચને સાડી સાથે નીલમ ગુલાબી રંગની જ્વેલરી પહેરી હતી. ઐશ્વર્યાની ડિઝાઇનર સાડી મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી છે. ઐશ્વર્યાના લુકમાં ચાહકોનું સૌથી વધુ ધ્યાન ખેંચનારી એક વસ્તુ હતી, માગમાં સિંદૂર.
ઐશ્વર્યાનું સિંદૂર તેના લુકનું મુખ્ય આકર્ષણ હતું. ઐશ્વર્યાએ સાડી સાથે ફુલ સ્લીવ બ્લાઉઝ પહેર્યું હતું. આ સાથે, તેણે સાડી સાથે મેચિંગ દુપટ્ટો કેરી કર્યો હતો. એક તસવીરમાં, ઐશ્વર્યા રાય નમસ્તે પોઝમાં જોવા મળી રહી છે. ઐશ્વર્યાના મેકઅપની વાત કરીએ તો, ઐશ્વર્યાએ ન્યૂડ મેકઅપ લુક સાથે બ્રાઉન લિપસ્ટિક લગાવી હતી. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાયના લુકની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
સોશિયલ મીડિયા યુઝર્સ ઐશ્વર્યા રાયને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ક્વિન કહી રહ્યા છે. અદિતિ રાવ હૈદરી પછી હવે ઐશ્વર્યા રાયે પણ 78માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બધાનું ધ્યાન ખેંચ્યું. બધા રેડ કાર્પેટ પર તેની એન્ટ્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તે ક્ષણ આવી ત્યારે ચાહકો એકી નજરે તેને જોતા જ રહી ગયા. એશ્વર્યાનો લુક મહારાણી વાઇબ આપી રહ્યો હતો.
તેણે માંગમાં સિંદૂર લગાવ્યું હતું, જેનાથી અભિષેક બચ્ચન સાથેના તેના છૂટાછેડાની અફવા ફેલાવનારા દરેકના મોં બંધ થઈ ગયા. ઐશ્વર્યા રાયની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે અલગ અલગ રીતે પોઝ આપી રહી છે. કેટલાકમાં, તે હાથ હલાવતી જોવા મળે છે તો કેટલાકમાં, નમસ્તે કહેતી જોવા મળે છે. બચ્ચન પરિવારની વહુને જોઇ બધાનું હૃદય પીગળી ગયું.