પોલીસની આ કામગીરીની લોકો કરી રહ્યા છે પ્રસંશા, રસ્તા વચ્ચે ચાલતા બતક માટે જે કર્યું તે જોઈને તમે પણ કરશો સલામ, જુઓ વીડિયો

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે મૂંગા પ્રાણીઓની વેદનાને સમજતા હોય છે અને તેમના માટે કંઈપણ કરવા માટે તૈયાર રહેતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓને પ્રેમ કરતા ઘણા બધા વીડિયો વાયરલ પણ થતા હોય છે, જેને લોકો ખુબ જ પસંદ પણ કરતા હોય છે. ત્યારે હાલ વાયરલ થઇ રહેલો વીડિયો પણ આવા પ્રેમનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો પેરિસનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તમે બતક અને તેના ચાર નાના બચ્ચાને જોઈ શકો છો. તેમને જોઈને એવું લાગે છે કે તેઓ બધા રોડ ક્રોસ કરવા માગે છે. ત્યારે કંઈક એવું થાય છે જેણે બધાને ચોંકાવી દીધા હતા.

બતકની મદદ માટે એક પોલીસકર્મી આગળ આવે છે અને વાહનોને રોકે છે અને આ નિર્દોષ પક્ષીઓને રસ્તાની બીજી બાજુ લઈ જાય છે. આ નજારો જોઈને ત્યાં હાજર લોકો પણ ખુશ થઇ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. કેટલાક યુઝર્સ કહે છે કે આજના યુગમાં આપણને એવા લોકોની જરૂર છે જે કોઈની પણ મદદ કરવા આગળ આવે.

21 સેકન્ડના આ વીડિયોમાં ખૂબ જ ક્યૂટ મેસેજ પણ આપવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3.4 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તેને 17 હજાર 700થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ વીડિયોને એક લાખ 31 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. આવા વિડિયો લોકોને માત્ર એકબીજાને જ નહીં પણ પોતાના કરતાં નબળા લોકોને પણ મદદ કરવા પ્રેરિત કરે છે.

Niraj Patel