PM મોદીએ દેશના લોકોને કહી આ વાતો, મજૂરોને પડેલી મુશ્કેલી પર વ્યક્ત કર્યું દુઃખ- જાણો વિગત

0

વડાપ્રધાન મોદીએ પોતાની સરકારના બીજા કાર્યકાળના પહેલા વર્ષના પુરા થવાના પ્રસંગે દેશના નામે પત્ર લખ્યો છે. આ પત્રમાં વડાપ્રધાને પોતાની સરકારની સફળતાઓ, દેશની અર્થવ્યવસ્થા પ્રત્યે એમનો દ્રષ્ટિકોણ અને આગળના પડકારોનો ઉલ્લેખ કર્યો છે. તેમને આ પત્રમાં તેમને લખ્યું કે આ દિવસે ગયા વર્ષે ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં એક સોનેરી અધ્યાય શરુ થયો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં રાષ્ટ્રએ જોયું કે કેવી રીતે તંત્રએ યથાસ્થિતિથી પોતાની જાતને મુક્ત કરાવ્યું અને ભ્રષ્ટાચાર અને દુર્વ્યવ્હારથી પણ મુક્ત થયું.

તેમને કહ્યું 2014થી 2019 સુધી ભારતનું કદ ઘણું વધ્યું. ગરીબોની ગરિમાને વધારવામાં આવી, રાષ્ટ્રે મફત ગેસ અને વીજળી કનેક્શન, સ્વચ્છતા અને દરેકને ઘર સુનિશ્ચિત કરાવવાની દિશામાં પ્રગતિ કરી. છેલ્લા એક વર્ષમાં કેટલાક નિર્ણયો પર વ્યાપક રૂપથી ચર્ચા થઇ અને સાર્વજનિક ચર્ચામાં બની રહયા. તેમને એમ પણ કહ્યું કે આ એક વર્ષમાં લેવામાં આવેલા નિર્ણયો મોટા સપનાની ઉડાન છે.

વડાપ્રધાને કહ્યું – અમે પ્રવાસી શ્રમિકો, મજૂરોની પરેશાનીઓ દૂર કરવા માટે કામ કરી રહયા છીએ. હાલના સમયમાં કોરોના રોગચાળાનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે પોતાની નોકરીઓ ગુમાવી ચૂકેલા મજૂરોની મુશ્કેલીઓ ઓછી કરી શકાય એ દિશામાં સરકાર કામ કરી રહી છે.

Image Source

પહેલા કોરોના વાયરસનું સંકટ છેલ્લા કેટલાક દિવસોમાં ચક્રવાતે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારમાં વિનાશ કર્યો છે, એમાં પણ આ રાજ્યોના લોકોની તત્પરતા પ્રશંસનીય છે. એમનું સાહસ દેશના લોકોને પ્રેરિત કરે છે. એવા સમયે ભારત સહિતબીજા દેશોની અર્થવ્યવસ્થા કેવી રીતે ઠીક થશે એના પર મોટા પાયે ચર્ચાઓ ચાલી રહી છે. જો કે ભારતે જે રીતે વિશ્વને પોતાની એકતા સાથે આશ્ચર્યચકિત કર્યું છે અને કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈનો સામનો કર્યો છે, એને લઈને વિશ્વાસ છે કે આપણે આર્થિક ક્ષેત્રમાં પણ એક ઉદાહરણ સ્થાપિત કરશે. આર્થિક ક્ષેત્રમાં પોતાની તાકાતથી 130 કરોડ ભારતીય ન માત્ર દુનિયાને આશ્ચર્યચકિત કરી શકે છે, પણ પ્રેરિત પણ કરી શકે છે.

Image Source

આપણા કામદારોનો પરસેવો, સખત મહેનત અને પ્રતિભા સાથે ભારતીય માટીની સુગંધ એવા ઉત્પાદનો બનાવશે જે આયાત પર ભારતની પરાધીનતા ઘટાડશે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધશે.

તેમણે લખ્યું, ‘ભારતે સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઇક દ્વારા પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું. તો વન રેન્ક વન પેન્શન, વન નેશન વન ટેક્સ – જીએસટી જેવી દાયકાઓ જૂની માંગણીઓ પૂર્ણ થઈ, ખેડૂતો માટે વધુ સારી એમએસપી પૂરી કરવામાં આવી.’ તેમણે લખ્યું કે 2019 પછી, જ્યારે ભારતે તેમને ફરીથી સત્તા પર મોકલ્યા, ત્યારે તેઓ ભારતને વૈશ્વિક નેતા બનાવવા માટે કામ કરી રહ્યા છે.

દેશના નાગરિકોને લખેલા પત્રમાં પીએમ મોદીએ તેમની સરકાર દ્વારા લીધેલા કેટલાક મુખ્ય નિર્ણયો ગણાવ્યા, જેની વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી અને જે સાર્વજનિક ચર્ચામાં રહ્યા હતા. આ નિર્ણયોમાં આર્ટિકલ 370, રામ મંદિર અંગેના નિર્ણય, ત્રિપલ તલાક અને નાગરિકતા અધિનિયમના સુધારાઓનો સમાવેશ છે. તેમણે લખ્યું, ‘આર્ટિકલ 370ને હટાવવાથી રાષ્ટ્રીય એકતા અને એકીકરણની ભાવના આગળ વધી છે.’

Image Source

ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા સર્વસંમતિથી આપવામાં આવેલા રામમંદિરનો નિર્ણય સદીઓથી ચાલી આવતી બહેસનો એક સોહાર્દપૂર્ણ અંત લઈને આવ્યો. ટ્રિપલ તલાકની પ્રથાને ઇતિહાસના કુંડાળાં સુધી સીમિત કરી દેવામાં આવી. નાગરિકતા અધિનિયમમાં સંશોધન ભારતની કરુણા અને સમાવેશની ભાવનાની અભિવ્યક્તિ હતો.

એવા ઘણા અન્ય નિર્ણયો છે કે જેમને દેશના વિકાસને ગતિ આપી છે. રક્ષા કર્મચારીઓના પ્રમુખ પદ એક લાંબા સમયથી અટકેલો સુધાર હતો, જેને સશસ્ત્ર બ્લો વચ્ચે સમન્યવયમાં સુધાર કર્યો છે. આ સાથે જ ભારતે મિશન ગગનયાનની પણ તૈયારીઓ ઝડપી કરી દીધી છે.

Image Source

બીજા કાર્યકાળની પહેલી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્રમાં એમની સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી કે વધારવામાં આવેલી યોજનાને ગણાવી, જેમાં પીએમ કિસાન સમ્માન નિધિ, જળ જીવન મિશન, પશુઓ માટે મફત રસીકરણ અભિયાન, ખેડૂતો, ખેતમજૂરો, નાના દુકાનદારો અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોને મળવાવાળા માસિક પેંશનનો પણ ઉલ્લેખ કર્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.