વડાપ્રધાન નરેદ્ર મોદી સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠકને સંબોધિત કરી અને પાર્ટીના સાંસદોને પોતાનો સંદેશ પણ આપ્યો. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે “મેં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રહેતા ક્યારેય એક પણ રજા નથી લીધી. જે પણ કામ કર્યું છે તે ઇતિહાસ બનશે.

નરેન્દ્ર મોદી વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને 26 મે 2014ના તેમને પ્રધાનમંત્રી પદની શપથ લીધી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ ક્યારેય એક પણ રજા લીધી નથી.

આ પહેલા પણ ઘણીવાર પ્રધાનમંત્રી મોદીએ સાંસદોને ઠપકો આપ્યો છે. 10મી માર્ચે પીએમ મોદી સાંસદોને કહ્યું હતું કે બધા જ સાંસદોએ સત્રમાં હાજર રહેવું જોઈએ. તેમને જણાવ્યું હતું કે “આ યોગ્ય નથી કે પાર્ટીના સાંસદોને સદનમાં ઉપસ્થિતિ વિશે વારંવાર યાદ અપાવવામાં આવે.”