BREAKING: મોરબી દુર્ઘટના બાબતે PM મોદીએ આપ્યા આ આદેશ, જાણો વિગત

બે દિવસ પહેલા મોરબીમાં થયેલી ગોઝારી દુર્ઘટનામાં હાલ સુધી 135 લોકોનાં અવસાન થઈ ચૂક્યાં છે. હજુ પણ ઘણા ઈન્જર્ડ લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે અને હજુ પણ મચ્છુ નદીમાં સર્ચ-ઓપરેશન ચાલુ છે. NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સતત 42 કલાકથી સર્ચ-ઓપરેશન કરી રહી છે.

મોરબી દુર્ઘટનામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને અત્યાર સુધીમાં કુલ 9 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પણ મહત્વની વાત એ છે કે, FIRમાં પુલની સમારકામ-જાળવણીની જવાબદારી જેના માથે છે તે કંપની ઓરેવાના ઓનરના નામનો ઉલ્લેખ જ નથી, જે શંકા પ્રેરે છે.

આજે બપોર પછી આપણા PM નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા છે. જેને લઇને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પછી ત્યાં PM મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગ યોજાઇ હતી.આ દરમિયાન પુલ દુર્ઘટનાની સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં મોરબી દુર્ઘટનાની વિસ્તૃત તપાસ થવી જરૂરી છે.

તેમ PMએ સૂચન કર્યા હતા.આ વેળાએ CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, મુખ્યસચીવ, કલેકટર સહીત નેતા અને મોટા મોટા ઓફિસરો પણ હાજર રહ્યા છે. આ મિટિંગમાં પ્રધાનમંત્રીએ સંપૂર્ણ પારદર્શકતાથી તપાસ કરવા આદેશ આપ્યા છે.

નગરપાલિકાના ચીફ સાહેબનું તો એવું કહેવુ છે કે, ઓરેવા ટ્રસ્ટે બ્રિજ વિશે જાણ પણ કરી ન હતી. ફિટનેસ સર્ટિફિકેટ પણ લીધુ ન હતુ અને દિવાળીના તહેવારોને જોતા બારોબાર પુલ શરૂ કરી દેવાયો હતો.મોરબીની આ ભયંકર પુલ દુર્ઘટનામાં જવાબદાર એવા ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હાલ ગાયબ છે.

બ્રિજ જ્યાં પડ્યો હતો તે જગ્યાનું નિરીક્ષણ કરીને PMમોદી મોરબી સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા હતા. ત્યાં તેમણે આ ઘટનામાં ઘવાયેલા અને હજુય સારવાર હેઠળ રહેલા દર્દીઓની મુલાકાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા. વધુમાં તેઓએ રેસ્કયુ ઓપરેશનમાં લાગેલા જવાનો ઉપરાંત મોરબીના સામાજીક અગ્રણીઓ અને સાધુ-સંતોની પણ મુલાકાત લીધી હતી.

YC