વાહ..PM મોદીએ પણ રસ્તા ઉપર બતાવી માનવતા, એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે રોકી દીધો પોતાનો કાફલો, જુઓ વીડિયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે, પહેલા સુરત પછી ભાવનગર અને પછી અમદાવાદ અને ગાંધીનગરમાં તેમના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન પીએમ મોદીએ એક કામ એવું કર્યું છે જેના કારણે આખા દેશમાં તેમની વાહ વાહ થઇ રહી છે. પીએમ મોદીનો કાફલો જયારે નીકળી રહ્યો હતો ત્યારે જ પાછળથી આવી રહેલી એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તેમને પોતાના કાફલાને પણ રોકી દીધો હતો અને માનવતા દાખવી હતી.

એક સામાન્ય માણસ તરીકે આપણી પણ ફરજ બને છે કે જયારે પણ આપણે રસ્તા ઉપરથી પસાર થતા હોઈએ ત્યારે જો પાછળથી કોઈ એમ્બ્યુલન્સ દર્દીને લઈને જતી હોય તો તરત તેને જગ્યા આપી દઈએ. હવે આ ક્રમમાં પીએમ મોદી પણ જોડાઈ ગયા, જેનો વીડિયો પણ હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પીએમ મોદીએ એમ્બ્યુલન્સ માટે પોતાના કાફલાને રોકી અને માનવતા દર્શાવી હતી.

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પિમે મોદીએ આજે સવારે વંડેભારત એક્સપ્રેસ અને મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું થયુ. જેના બાદ તેઓ પોતાના આગામી કાર્યક્રમમાં જવા માટે રવાના થયા હતા. આ દરમિયાન જ જયારે તેમનો કાફલો રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પાછળથી એમ્બ્યુલન્સનો જોરદાર અવાજ આવ્યો. આ જોઈને પીએમ મોદીએ પોતાનો કાફલો અટકાવી દીધો અને એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો.

આ ઘટનાનો વીડિયો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોને જોઈને લોકો પણ પીએમ મોદીના વખાણ કરી રહ્યા છે. હર્ષ સંઘવીએ આ વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “જનતાની સમર્થક સરકાર” અમદાવાદથી ગાંધીનગર જવાના રસ્તે, PM શ્રી નરેન્દ્ર મોદીજીની ગાડીઓ એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે ઉભી રહી.”

Niraj Patel