‘પબજી ને બના દી જોડી’, ઓનલાઇન ગેમ રમતા રમતા UK ની યુવતીએ આ રાજ્યમાં આવીને લગ્ન કરી લીધા

બોલો ઓનલાઇન ગેમ કરતા કરતા યુવક યુવતીઓ લફરાં કરવા માંડ્યા, UK થી યુવતી આવી અને અહીંયા પરણી ગઈ, સાત સાત જન્મના સાથી બની ગયા

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને અને સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા લોકોની લવ સ્ટોરી સર્જાતી તમે જોઈ હશે. ઘણા લોકો આ પ્રેમ કહાનીને લગ્ન પણ બદલતા હોય છે અને ઘણા લોકો આજે પણ ઓનલાઇન મળ્યા બાદ ઓફલાઈન સુખીથી પોતાનું લગ્ન જીવન જીવતા હોય છે પરંતુ હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો. એક એવા લગ્ન સામે આવ્યા છે જેમાં છોકરો અને છોકરી કોઈ સોશિયલ મીડિયા કે પછી ડેટિંગ એપ ઉપર નહિ પરંતુ પબજી ગેમ રમતા રમતા મળ્યા અને બંને વચ્ચે પ્રેમ થઇ ગયો.

નૈનીતાલની ડીએસબી કોલેજમાં બીએસસીની વિદ્યાર્થીની પબજી ઓનલાઈન ગેમ રમતી વખતે મધ્યપ્રદેશના એક યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતચીત વધી તો નિકટતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. જે બાદ વિદ્યાર્થિની નૈનીતાલથી મધ્યપ્રદેશ ગઈ અને તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા, જે PUBG ગેમ પાર્ટનર છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નૈનીતાલ પોલીસ ગુમ થયેલ વ્યક્તિની નોંધણી કરીને યુવતીનું લોકેશન મેળવીને મધ્યપ્રદેશ પહોંચી. જોકે યુવતીએ પોલીસનો સાથ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જેના પર પોલીસે યુવતીને 10 દિવસમાં કોર્ટમાં હાજર થવા નોટિસ આપી છે. 4 ઓગસ્ટના રોજ ઉધમ સિંહ નગરના રહેવાસીના સંબંધીઓએ DSB કેમ્પસમાં અભ્યાસ કરતી દીકરીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

સંબંધીઓએ જણાવ્યું હતું કે 16 જુલાઈના રોજ તેમની પુત્રી નૈનીતાલમાં બીએસસીના બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. તે તેના એક મિત્ર સાથે નૈનિતાલમાં ભાડે રહેતી હતી. 16 જુલાઈના રોજ તેમની પુત્રી નૈનીતાલ ઘરે જવાનું કહીને નીકળી હતી. પરંતુ ઘણા દિવસો બાદ પણ તે ઘરે પાહકહિં નહોતી. સગા-સંબંધીઓ અને મિત્રોનો સંપર્ક કર્યા પછી પણ તેનો કંઈ જ પત્તો લાગ્યો ન હતો. ફરિયાદ મળ્યા બાદ પોલીસે યુવતીના ગુમ થયાની નોંધ કરીને તેની શોધખોળ શરૂ કરી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

મોબાઈલ ફોનનું લોકેશન મધ્યપ્રદેશના રાયસેનમાં મળતા એસઆઈ અવિનાશ મૌર્ય પોલીસ ટીમ સાથે મધ્યપ્રદેશ જવા રવાના થયા હતા. જ્યાં ઘણી શોધખોળ બાદ યુવતી મળી આવી હતી. અવિનાશ મૌર્યએ જણાવ્યું કે યુવતીએ મધ્યપ્રદેશમાં તેના પ્રેમી સાથે લગ્ન કર્યા છે. SIએ જણાવ્યું કે બે વર્ષ પહેલા PUBG રમતી વખતે યુવતીનો સંપર્ક થયો હતો. બે વર્ષ સુધી બંને વચ્ચેની વાતચીત પ્રેમપ્રકરણમાં ફેરવાઈ ગઈ. લગ્નનો પ્લાન બનાવી યુવકે યુવતીને મધ્યપ્રદેશ બોલાવી હતી. જ્યાં હવે બંને પરણી ગયા છે.

Niraj Patel