જ્યોતિષ શાસ્ત્ર

આ 8 છોડને ઘરે લાગવી તમે પણ બની શકો છો ધનવાન, ક્યારેય નહિ થાય પૈસાની તંગી, વાંચીને તમે પણ તમારા સ્નેહીઓને આ વાત પહોંચાડો

જેના ઘરમાં હોય છે આ ‘છોડ’ એના ઘરમાં હોય છે ગાડી, બાંગ્લા, બેન્ક બેલેન્સ

આપણી આર્થિક સ્થિતિને સુધારવા માટે અને વધુ ધનવાન થવા માટે આપણે મહેનત સાથે સાથે કિસ્મત ઉપર પણ આધાર રાખતા હોઈએ છીએ, ઘણીવાર આપણી મહેતન હોવા છતાં પણ આપણને યોગ્ય ફળ નથી મળતું ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે કિસ્મત સાથે નથી, ઘણા લોકોને આપણે જોઈએ છીએ કે ઓછી મહેનતે વધુ આગળ નીકળી જાય છે

ત્યારે આપણે તેને નસીબનો સાથ મળ્યો એમ પણ સમજીએ છીએ. આપણું નસીબ આપણને અલગ અલગ રીતે સાથ આપતું હોય છે, ઘરની અંદર કેટલીક એવી વસ્તુઓ અને વાસ્તુશાસ્ત્ર અનુરૂપ પણ જો રાખવામાં આવે તો પરિવારમાં સમૃદ્ધિ બનતી હોય છે. આજે આવી જ એક બાબત અમે જણાવવા જઈ રહ્યા છે જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. આ ચાર પ્લાન્ટને જો તમે ઘરમાં કે ઘરની આસપાસ રાખશો તો તમને ઘણો જ ફાયદો થશે.

Image Source

તુલસીનો છોડ:
તુલસીને આપણે હંમેશા પવિત્ર માનતા આવ્યા છીએ. તુલસી પરિવારમાં સુખ શાંતિની સાથે સાથે સમૃદ્ધિ પણ લાવે છે. જો યોગ્ય જગ્યા ઉપર તુલસીનો છોડ રાખવામાં આવે તો એ તમારી આર્થિક સમસ્યાને પણ દૂર કરે છે. તુલસીનો છોડ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવો.

Image Source

હરશૃંગાર (રાતરાણી)નો છોડ:
આ એક એવો છોડ છે જે ઘરની અંદરથી દરિદ્રતાને દૂર કરે છે. કારણ કે આ છોડ માત્રની સુગંધ ઘરની અંદર પ્રવેશીને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સાથે સાથે તમારી આર્થિકતંગીને પણ દૂર કરવામાં ખુબ જ મદદગાર છે.

Image Source

આંબળાનો છોડ:
આંબળાનું વૃક્ષ માતા લક્ષ્મીનું સૌથી પ્રિય વૃક્ષ છે. આ છોડને ઘરની અંદર લગાવવાથી લક્ષ્મી માતાજી પ્રસન્ન થાય છે અને ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે.

Image Source

મીઠા લીમડાનો છોડ:
મીઠા લીમડાનો વપરાશ તો દરેક ઘરમાં થતો જ હોય છે પરંતુ જો તમે તમારા ઘરમાં મીઠા લીમડાનો છોડ પણ રાખો છો તો તમારી આર્થિક સ્થિતિ પણ સારી બને છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.

Image Source

કેળનું વૃક્ષ:
કેળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે, ગુરુવારના દિવસે કેળની પૂજા કરવાથી લક્ષ્મી માતાજી પ્રસન્ન થાય છે, વિદ્યાર્થી જો કેળ પાસે બેસીને વાંચશે તો તમેની યાદ શક્તિ પણ વધે છે.

Image Source

દાડમનું વૃક્ષ:
દાડમનું વૃક્ષ ઘરની આસપાસ લગાવવાથી દેવામાંથી મુક્તિ મળે છે, અને ચિંતાઓ પણ ઘટે છે, જો ઘરની આસપાસ સારી જગ્યા હોય તો એક દાડમનો ઉછેર જરૂર કરવો.

Image Source

હળદરનો છોડ:
હળદરનો છોડ ઘરે લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને ઘરની અંદર હકારાત્મક ઉર્જાનો પણ પ્રવેશ થાય છે.