કહેવામાં આવે છે કે જેના પર ભગવાનની કૃપા દ્રષ્ટિ હોય તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે,આવું તમે પણ ઘણી વાર સાંભળ્યું હશે. એવી જ એક ઘટના બની છે એક પાયલોટ સાથે, જેનું પ્લેન ક્રેશ થઇ ગયું હોવા છતાં તે જીવિત રહ્યો હતો.

જો કે એક પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના ખુબ જ ખતરનાક હોય છે, અને આ સમયે લોકોનું બચવું પણ મુશ્કેલ હોય છે જો કે ભાગ્યે જ અમુક લોકો પ્લેન ક્રેશના સમયે બચી જતા હોય છે.એવો જ એક પાયલોટ છે કે જે મૌતને માત આપીને જીવિત પાછો આવ્યો હતો.

એન્ટોનિયા સેના નામનો 36 વર્ષના પાયલોટનું પ્લેન ક્રેશ થઇ ગયું હતું, જેમાં તેનો જીવ તો બચી ગયો પણ તે એમેઝોન જેવા ખતરનાક જંગલમાં ફસાઈ ગયો હતો. આ જંગલમાં તે દોઢ મહિના સુધી જીવિત રહ્યો હતો અને પોતાના ઘરે સલામત પાછો ફર્યો હતો.

એન્ટોનિયા 28 જાન્યુઆરીથી જ લાપતા હતો. તેણે પુર્તગાલના એલેન્કર શહેરથી ઉડાણ ભરી હતી અને ઍલમેરીયમ શહેર જઈ રહ્યો હતો. પ્લેનમાં અમુક મેકેનિકલ સમસ્યા આવવાને લીધે તેણે એમેઝોન જંગલમાં જ પ્લેન લેન્ડ કરવાનું વિચાર્યું પણ તેના પહેલા જ પ્લેનમાં આગ લાગી ગઈ અને પ્લેન ક્રેશ થઇ ગયું.

પ્લેન ક્રેશમાં તેનો જીવ તો બચી ગયો પણ તેને જંગલમાં ખૂબ સસ્મયાઓ વેઠવી પડી. પહેલું અઠવાડિયું તો તેણે પ્લેનની પાસે જ વિતાવ્યું હતું. અને તે લાપતા થતા જ રેસ્ક્યુ ટિમ પણ સક્રિય થઇ ગઈ હતી અને શોધખોળમાં લાગી ગઈ હતી. અહીં ખાવા માટે કઈ સામાન ન હતો માટે તેણે જંગલી ફળો અને પક્ષીઓના ઈંડા ખાઈને ભૂખ મિટાવી હતી.

પ્લેન પાસે ઘણા દિવસો સુધી રહ્યા પછી તે જંગલમાં મદદ માટે ચાલતો રહ્યો. જેના પછી તેને જંગલમાં રેસ્ક્યુ ટિમ મળી ગઈ, જેને જોતા જ પાયલોટ ખુબ ભાવુક થઇ ગયો હતો. પાયલોટનું વજન પણ ઓછું થઇ ગયું હતું અને જંગલમાં તેણે અનેક જંગલી જાનવરોનો સામનો પણ કર્યો હતો.

એન્ટોનિયાનું કહેવું છે કે આ મારો બીજો જન્મ છે. આ મુશ્કિલ સમયમાં મને મારા પરિવારનો ખુબ પ્રેમ અને સપોર્ટ રહ્યો છે. હું ભગવાનનો આભારી છું કે હું ફરીથી મારા પરિવારને મળી શક્યો.પરિવારને યાદ કરતા મને ઘણી હિંમત મળી હતી અને મેં જીવિત રહેવાની ઉમ્મીદ છોડી ન હતી. ડોક્ટરોએ પાયલોટની અમુક નાની મોટી ટ્રીટમેન્ટ કરીને તેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે અને પરિવાર સાથે ખુશીથી રહી રહ્યો છે.