લોહી લુહાણ કરી નાખ્યો !!શું રોન્ગ સાઈડ જતી બસનો પીછો કરવા નીકળેલા પિયુષ ધાનાણીએ બાઈક ચાલકને મારી ટક્કર? જુઓ વીડિયો

લોકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવનારા પિયુષ ધાનાણીએ સર્જ્યો અકસ્માત? જુઓ વીડિયો

Piyush Dhanani Video : આપણા દેશમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે, લોકો પણ ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન નથી કરતા અને રોન્ગ સાઈડમાં પણ જતા હોય છે. ત્યારે અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં આવી સમસ્યાઓ સતત જોવા મળે છે. સુરતમાં આવા રોન્ગ સાઈડ જતા લોકોને રોકવાનું કામ પિયુષ ધાનાણી કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં તેમના ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે.

પરંતુ હાલ એક એવી ખબર સામે આવી છે કે જેમાં લોકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવનારા પિયુષ ધાનાણીએ જ પોતે રોન્ગ સાઈડમાં જઈને એક વ્યક્તિને અડફેટમાં લેતા અકસ્માત સર્જ્યો હતો. જેનાથી લોકો પણ ગુસ્સે ભરાયા હતા અને પિયુષના સોશિયલ મીડિયા દ્વારા જ લાઈવ કરીને પોતાની ભૂલની કબૂલાત પણ કરાવી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુંર્તના આઉટર રિંગ રોડ પર પિયુષ ધાનાણીએ પોતે રોન્ગ સાઈડ વાહન હંકારી એક બાઈક ચાલક યુવકને ઉડાડી દીધો હતો. અકસ્માત બાદ લોકોએ ભેગા થઈને પિયુષ ધાનાણીને ઘેરી લીધો હતો અને તેના જ સોશિયલ મીડિયા દ્વારા આ કબૂલાત પણ કરાવી હતી. વીડિયોમાં અકસ્માતથી ઈજાગ્રસ્ત થયેલ યુવાન લોહી લુહાણ થયેલો પણ જોવા મળી રહ્યો છે.

પિયુષ ધાનાણી વીડિયોમાં કહી રહ્યો છે કે  તેનાથી ભૂલ થઈ છે અને આ યુવકનો હોસ્પિટલનો ખર્ચો તથા અકસ્માતને કારણે તે જેટલાં દિવસ ઘરે રહેશે તે પ્રમાણે તેની નોકરીનો જે પગાર હશે તે પણ આપવા તૈયાર છે. અકસ્માતનમાં પોતાને પણ પગમાં વાગ્યું છે. 7 મી એપ્રિલે અહીં અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને તંત્રએ અહીં સ્પીડ બ્રેકર નહિ મૂક્યા હોઈ લોકોને જાગૃત કરવા વીડિયો બનાવી રહ્યો હતો, ત્યારે એક બસ રોંગ સાઈડ જતાં તેને રોકવા પીછો કરવાની લ્હાયમાં પોતે આ બાઇક સવાર સાથે ભટકાઇ પડ્યા હતા.

VIDEO:

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

UPDATE : પિયુષ ધાનાણીએ આ મામલે કહ્યુ કે- અમારા ત્યાં સુરતની અંદર વ્રજ ચોક સરથાણા પોલિસ સ્ટેશનની પાછળના ભાગે રિંગરોડ નીકળ્યો છે, આ રિંગરોડ પર સરદાર ચોક છે. આ સરદાર ચોકમાં બે મહિના પહેલા સાત એપ્રિલે મેં એક વીડિયો અપલોડ કર્યો છે, છેલ્લા આઠ મહિનાની અંદર પાંચ કરતા વધારે યુવાનોના મૃત્યુ થયા છે અને 50 જેટલા નાના-મોટા અકસ્માતો થયા છે. ગઇ 7 એપ્રિલથી મારો એક પ્રયાસ હતો કે ત્યાં ચાર બમ્પ બને, અને પરમદિવસે બમ્પ બે મહિનાના અંતે બન્યા. એ બમ્પનો સર્વે કરવા માટે અને કવરેજ લેવા માટે હું સોશિયલ વર્કર તરીકે ત્યાં ગયો હતો.

એવામાં લક્ઝરીને મેં સરદાર ચોકમાં રોન્ગ સાઇડમાં જતા જોઇ. બે લક્ઝરી મરા જોવામાં જોવામાં અને નિર્ણય લેવામાં જતી રહી, ત્રીજી લક્ઝરીને મેં રિટર્ન કરી જેનો વીડિયો મારી પાસે છે. ચોથી લક્ઝરીને જ્યાં હું રિટર્ન કરતો હતો એટલે કે રોન્ગ સાઇડમાં જવા ના પાડવા દોડ્યો ત્યારે એક બાઇકચાલકનો હું અથડાયો, જેનો કોઇ વાંક નહોતો. મારાથી રોન્ગ સાઇડમાં જતી લક્ઝરીને અટકાવવાનો મારો જે પ્રયાસ હતો, એના ભાગરૂપે મારાથી એને ભટકાવાયુ છે અને એ બાઇકચાલકને આંખની ઉપરના ભાગે થોડુ વાગ્યુ છે, મારો પગ જમણી બાજુનો ડેમેજ છે અને મને કમસેકમ સાત દિવસનો બેડ રેસ્ટ કહ્યો છે.

આ સમગ્ર ઘટનાની અંદર બાઇકચાલકનો જે કંઇ ખર્ચ થાય દવાખાનાનો, ઘરે બેસવાનો, એમની રોજીરોટી જે કાંઇ જોબ પર રજા પડે એ બધી જવાબદારી મેં લીધી છે. આ મારી ફરજ અને મારી જવાબદારીના ભાગરૂપે આવે છે. આ સિવાય મારે ખાસ કહેવું છે કે જે કાંઇ આ ઘટનાને લઇને ઇમેજ કે વીડિયો કે કોઇએ હેડિંગ્સ માર્યા છે પેપરમાં પણ એવું આવ્યુ છે કે રોન્ગ સાઇડમાં જતા યૂટયૂબર પિયુષ ધાનાણીએ બાઇક ચાલકને ઠોક્યો કે ભટકાવ્યો કે અથડાવ્યો…આ સદંતર વાત ખોટી છે.

આના કોઇ પણ પ્રકારના CCTV ફુટેજ કે કોઇ ન્યુઝ વાળા પાસે સાબિતી હોય તે આપી શકે, બાકી ખાલી એવું લખવાનો કોઇ અર્થ નથી કે એક યૂટયૂબરે રોન્ગ સાઇડમાં જઇને ગાડી અથડાવી. આગળ પિયુષ ધાનાણીએ કહ્યુ- મારી પાસે કોઇ પણ વાહન નહોંતુ, હું તો ચોકના કોર્નર પર ઊભેલો હતો, મારી પાસે ગાડી જ નહિ હતી એટલે રોન્ગ સાઇડમાં જવાની વાત જ નથી આવતી. આ વાત પાયાવિહોણી છે. સાઇડમાં મારી બાઇક એક્ટિવા પાર્ક કરીને હું ઊભેલો હતો અને લક્ઝરીને રોન્ગ સાઇડમાં જોઇ પગે ચાલીને હું દોડ્યો છું અને એવામાં આ અકસ્માત બાઇક સાથે થયો છે. પાછી લક્ઝરી તો રોન્ગ સાઇડમાં ગઇ જ, મારા પડી જવાને કારણે. એ પછી પણ ઘણી લક્ઝરી રોન્ગ સાઇડમાં ગઇ અને એક લક્ઝરીને રિટર્ન કરી, એનો વીડિયો મારી પાસે છે.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

Niraj Patel