શું પિયુષ ધાનાણીએ રોંગ સાઈડ ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો ? મારી પાસે વ્હીકલ નહોંતુ, હું દોડતો જતો હતો અને…….” વાંચો આખી ઘટનાની હકિકત

એક વીડિયો સામે આવ્યા બાદ એવું કહેવાઇ રહ્યુ હતુ કે લોકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવનારા પિયુષ ધાનાણીએ પોતે રોન્ગ સાઈડમાં જઈને એક વ્યક્તિને અડફેટમાં લઇ અકસ્માત સર્જ્યો હતો. આ પછી ઘણા લોકો ગુસ્સે પણ ભરાયા હતા અને પિયુષ ધાનાણીના સોશિયલ મીડિયા દ્વારા જ લાઈવ કરીને પોતાની ભૂલની કબૂલાત પણ કરાવી હતી.જો કે, આ બાબતે પિયુષ ધાનાણીએ સ્પષ્ટતા કરી છે. ઝી ન્યુઝ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં પિયુષ ધાનાણી કહી રહ્યા છે કે અમારા ત્યાં સુરતની અંદર વ્રજ ચોક સરથાણા પોલિસ સ્ટેશનની પાછળના ભાગે રિંગરોડ નીકળ્યો છે, આ રિંગરોડ પર સરદાર ચોક છે.

આ સરદાર ચોકમાં બે મહિના પહેલા સાત એપ્રિલે મેં એક વીડિયો અપલોડ કર્યો છે, છેલ્લા આઠ મહિનાની અંદર પાંચ કરતા વધારે યુવાનોના મૃત્યુ થયા છે અને 50 જેટલા નાના-મોટા અકસ્માતો થયા છે. ગઇ 7 એપ્રિલથી મારો એક પ્રયાસ હતો કે ત્યાં ચાર બમ્પ બને, અને પરમદિવસે બમ્પ બે મહિનાના અંતે બન્યા. એ બમ્પનો સર્વે કરવા માટે અને કવરેજ લેવા માટે હું સોશિયલ વર્કર તરીકે ત્યાં ગયો હતો.

એવામાં લક્ઝરીને મેં સરદાર ચોકમાં રોન્ગ સાઇડમાં જતા જોઇ. બે લક્ઝરી મરા જોવામાં જોવામાં અને નિર્ણય લેવામાં જતી રહી, ત્રીજી લક્ઝરીને મેં રિટર્ન કરી જેનો વીડિયો મારી પાસે છે. ચોથી લક્ઝરીને જ્યાં હું રિટર્ન કરતો હતો એટલે કે રોન્ગ સાઇડમાં જવા ના પાડવા દોડ્યો ત્યારે એક બાઇકચાલકનો હું અથડાયો, જેનો કોઇ વાંક નહોતો.

મારાથી રોન્ગ સાઇડમાં જતી લક્ઝરીને અટકાવવાનો મારો જે પ્રયાસ હતો, એના ભાગરૂપે મારાથી એને ભટકાવાયુ છે અને એ બાઇકચાલકને આંખની ઉપરના ભાગે થોડુ વાગ્યુ છે, મારો પગ જમણી બાજુનો ડેમેજ છે અને મને કમસેકમ સાત દિવસનો બેડ રેસ્ટ કહ્યો છે.

આ સમગ્ર ઘટનાની અંદર બાઇકચાલકનો જે કંઇ ખર્ચ થાય દવાખાનાનો, ઘરે બેસવાનો, એમની રોજીરોટી જે કાંઇ જોબ પર રજા પડે એ બધી જવાબદારી મેં લીધી છે. આ મારી ફરજ અને મારી જવાબદારીના ભાગરૂપે આવે છે. આ સિવાય મારે ખાસ કહેવું છે કે જે કાંઇ આ ઘટનાને લઇને ઇમેજ કે વીડિયો કે કોઇએ હેડિંગ્સ માર્યા છે પેપરમાં પણ એવું આવ્યુ છે કે રોન્ગ સાઇડમાં જતા યૂટયૂબર પિયુષ ધાનાણીએ બાઇક ચાલકને ઠોક્યો કે ભટકાવ્યો કે અથડાવ્યો…

આ સદંતર વાત ખોટી છે.આના કોઇ પણ પ્રકારના CCTV ફુટેજ કે કોઇ ન્યુઝ વાળા પાસે સાબિતી હોય તે આપી શકે, બાકી ખાલી એવું લખવાનો કોઇ અર્થ નથી કે એક યૂટયૂબરે રોન્ગ સાઇડમાં જઇને ગાડી અથડાવી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આગળ પિયુષ ધાનાણીએ કહ્યુ- મારી પાસે કોઇ પણ વાહન નહોંતુ, હું તો ચોકના કોર્નર પર ઊભેલો હતો, મારી પાસે ગાડી જ નહિ હતી એટલે રોન્ગ સાઇડમાં જવાની વાત જ નથી આવતી. આ વાત પાયાવિહોણી છે. સાઇડમાં મારી બાઇક એક્ટિવા પાર્ક કરીને હું ઊભેલો હતો અને લક્ઝરીને રોન્ગ સાઇડમાં જોઇ પગે ચાલીને હું દોડ્યો છું અને એવામાં આ અકસ્માત બાઇક સાથે થયો છે. પાછી લક્ઝરી તો રોન્ગ સાઇડમાં ગઇ જ, મારા પડી જવાને કારણે. એ પછી પણ ઘણી લક્ઝરી રોન્ગ સાઇડમાં ગઇ અને એક લક્ઝરીને રિટર્ન કરી, એનો વીડિયો મારી પાસે છે.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

Shah Jina