ખબર ખેલ જગત

BREAKING: વધુ એક દિગ્ગજ ક્રિકેટરના ઘરેથી આવ્યા દુઃખદ સમાચાર, જાણો વિગત

ભારતીય લેગ સ્પિનર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ કુમારનું આજે સવારે કોરોનાના કારણે નિધન થયુ છે. IPL ટીમ મુંબઇ ઇન્ડિયન્સે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

પિયુષ ચાવલાના પિતા છેલ્લા કેટલાક દિવસથી કોરોનાથી સંક્રમિત થયા હતા. તેણે દિલ્લીના મૈક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પિતાના નિધનની જાણકારી પિયૂષે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

પિયૂષે આ સાથે એક કેપ્શન પણ લખ્યુ છે, તેણે લખ્યુ કે, જીવન પિતાજી વગર હવે પહેલાની જેમ નહિ હોય. આજે મેં મારો શક્તિનો સ્તંભ ખોઇ દીધો.

મુંબઇ ઇન્ડિયન્સે લખ્યુ કે આપણે આ મુશ્કેલ સમયમાં તમારા અને તમારી પરિવાર સાથે છીએ. તમે હિંમત ન હારશો. પીયૂષે ઇંસ્ટાગ્રામ પર પિતાના નિધનને લઇને દુ:ખ વ્યક્ત કર્યુ હતુ અને ભાવનાત્મક પોસ્ટ લખી કહ્યુ હતુ કે જીવન ફરી એવુ નહી બને. આજે મે મારી શક્તિ ગુમાવી દીધી છે.

આ પહેલા રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર ચેતન સાકરીયાના પિતાનું કોરોનાથી મોત થયુ હતુ. આ પહેલા તેના ભાઇએ જાન્યુઆરીમાં આત્મહત્યા કરી હતી. સકરીયાએ કહ્યું હતું કે તે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો એટલે તે ઘરે નહોતો. તેને એ પણ ખબર નહોતી કે ઘરે પરત ફરતા પહેલા તેના ભાઈનું નિધન થયું છે. તેમણે કહ્યું હતું કે ટૂર્નામેન્ટ દરમિયાન જ્યારે પણ તેના પરિવારજનોએ તેને તેના ભાઈ સાથે વાત કરવાનું કહ્યું હતું, ત્યારે તે બહાનું બનાવીને ટાળી દેતો.