દવાની ગોળીઓને રાખી ગેસના બર્નર ઉપર, પછી ગેસ ચાલુ કરતા જ થયું એવું કે વીડિયો જોઈને તમે પણ મોઢા ઉપર બે હાથ રાખી દેશો

સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, કેટલાક વીડિયોની અંદર લોકો એવા એવા અખતરા કરતા હોય છે કે તે જોઈને આપણું પણ દિમાગ ચકરાવે ચઢી જાય. ઘણા લોકોને આપણે ખાણીપીણીની વસ્તુઓ સાથે આવા અખતરા કરતા જોયા હશે, પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ દવાની ગોળીઓ સાથે અખતરો કરતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગેસના બર્નર ઉપર દવાઓની 10 ગોળીઓ રાખવામાં આવી છે. જેના પછી તે વક્તિ ગેસ ચાલુ કરે છે અને ગોળીઓ આગમાં બળીને વિચિત્ર આકાર લેતી જોવા મળી રહી છે. આ જોઈને કોઈને દિવાળીમાં આપણે જે ‘સાપ’કાઢવા માટે જે ફટાકડાનો ઉપયોગ કરતા હતા તેની યાદ આવી જશે.

ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ ગોળી ચોક્કસ પેરાસીટેમોલ હશે. તો ઘણા લોકો અલગ અલગ દવાના નામ પણ જણાવી રહ્યા છે, પરંતુ આવો અખતરો જોવો લોકોને ખુબ જ પસંદ આવ્યો છે અને એટલે જ થોડા સમયમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો.

આ વાયરલ વીડિયોને ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે. સાથે જ કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “સ્ટવ ઉપર ગોળીઓ સળગતા” આ વીડિયોને પોસ્ટ થયાના થોડા જ સમયમાં 1 લાખ 55 હજાર કરતા પણ વધારે લોકોએ જોયો છે અને હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. સાથે જ ઘણા લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. જો કે આ વીડિયોમાં કેટલી હકીકત છે તેની ગુજ્જુરોક્સ પુષ્ટિ નથી કરતું.

Niraj Patel