આ વ્યક્તિએ રાતના અંધારામાં એવું ઉડાવ્યું એવું બનાવટી લાઈટ વાળું પક્ષી કે જોઈને લોકોની આંખો થઇ ગઈ ચાર, કોમેન્ટ કરીને પૂછવા લાગ્યા કે “આ ક્યાં મળશે ?”, જુઓ વીડિયો

ગજબનો નજારો દેખાયો આકાશમાં, આ વ્યક્તિએ ઉડાવ્યું ફિનિક્સ જેવું લાઈટ વાળું પક્ષી, લોકો પણ જોતા જ રહી ગયા, વાયરલ થયો વીડિયો

Phoenix Bird Like Stuff : આપણા દેશની અંદર લોકોમાં ભરપૂર ટેલેન્ટ(telent)  પડેલો છે જે સમયાંતરે બહાર આવતો રહે છે. ઘણા લોકો પોતાના ટેલેન્ટને સોશિયલ મીડિયા દ્વારા પણ શેર કરતા હોય છે અને તેમના ટેલેન્ટને આખી દુનિયા માણતી અને વખાણતી પણ હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વ્યક્તિના એવા જ ટેલેન્ટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

તમારા બાળપણમાં તમે કાગળમાંથી વિમાન બનાવીને ઉડાડ્યું હશે. શું તમને યાદ છે કે જ્યારે કાગળનું બનેલું વિમાન હવામાં ઉપર જતું ત્યારે તમે કેટલા ખુશ થતા હતા? એવું લાગતું હતું કે તે હમણાં જ ઉડી જશે અને અમે જોતા જ રહીશું. પણ શું તમે ક્યારેય એવી વસ્તુ જોઈ છે, જેને જોઈને એવું લાગ્યું કે કાશ મને પણ મળી જાય?

આ જાદુઈ વીડિયો ટ્વિટર પર શિબેતોશી નાકામોટો (@BillyM2k) નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. 42 સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે એક માણસ હાથમાં કંઈક લઈને ઊભો છે. એ વસ્તુ રાતના અંધારામાં ખૂબ જ ચમકી રહી છે. વ્યક્તિ તે વસ્તુને આકાશમાં ખૂબ જ સરળતાથી છોડી દે છે, જાણે કે પિંજરામાં કેદ પક્ષીને મુક્ત કરી રહ્યાં હોય.

પરંતુ, તે પક્ષી નથી પરંતુ તેની રચના છે, જેમાં રંગબેરંગી લાઈટો લગાવવામાં આવી છે. તેને રમકડું કહી શકાય. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ‘ફીનિક્સ’ નામના પક્ષીની રચના છે, જેમાં રંગબેરંગી લાઈટો લગાવવામાં આવી છે. વિવિધ વાર્તાઓમાં તેની પૂંછડીનો રંગ લીલો, વાદળી અને સોનેરી હોવાનું કહેવાય છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે ફોનિક્સ પક્ષી અમર છે.  ત્યારે આ વીડિયોને હવે 1 મિલિયન કરતા વધારે લોકોએ જોયો છે અને પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel