લો બોલો હવે આજ જોવાનું બાકી હતું… બજારમાં આવી ગયો પાઉંભાજી આઈસ્ક્રીમ, જોઈને તમારું માથું પણ ભમી જશે… જુઓ વીડિયો

આ કારીગરે બનાવ્યો પાઉંભાજી આઈસ્ક્રીમ, જોઈને લોકો બોલ્યા…”આને તો નર્કમાં પણ જગ્યા નહીં મળે !” વાયરલ થયો વીડિયો

Pavbhaji Ice-cream Video: સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયોની અંદર ખાણીપીણીની વસ્તુઓ સાથે એવા એવા ચેડાં થતા હોય છે જેને જોઈને લોકોને પણ ગુસ્સો આવી જાય. ઘણા કારીગરો પરંપગત વાનગીઓ સાથે પણ ચેડાં કરતા હોય છે અને તેના જોઈને કોઈનું દિમાગ પણ ચકરાવે ચઢી જાય.

ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમને પણ ચોક્કસ ગુસ્સો આવી જશે. આ ફૂડ ફ્યુઝનમાં પાવભાજી અને આઈસક્રીમનું મિશ્રણ કરવામાં આવ્યું છે. તે ખૂબ જ વિચિત્ર લાગે છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે દુકાનદારે આ ફ્યુઝન બનાવ્યું. વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ આઈસ્ક્રીમ મેકરમાં પાઉં, ભાજી, ડુંગળી અને ચટણી નાખતો જોવા મળે છે.

પછી તેઓ તેને ક્રીમમાં ભેળવીને તેમાંથી આઈસ્ક્રીમ બનાવે છે.  દુકાનદાર તેની ઉપર ડુંગળી, મરચાં અને ભાજી મૂકીને તેને ગાર્નિશ કરે છે. વીડિયો @cravingseverytime નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ પર ઘણા લોકોએ અલગ અલગ કોમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Cravings (@cravingseverytime)

કેટલાક લોકોએ આ ફ્યુઝન પર નારાજગી વ્યક્ત કરી છે. ઘણા લોકોએ આ વીડિયો જોયો છે અને વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. આવા ફૂડ ફ્યુઝનના વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા પણ ઘણા ફૂડ ફ્યુઝન વીડિયો સામે આવી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો પણ વાયરલ થયા છે, જેને જોઈને કેટલાક લોકોને ઉબકા આવે છે.

Niraj Patel