અનંત અને રાધિકાની પ્રિ વેડિંગ સેરેમની માટે આવી પહોંચ્યો આખો પટૌડી પરિવાર, દીકરા જેહને ખભા પર ઊંચકીને જોવા મળ્યો સૈફ અલી ખાન, જુઓ

Pataudi’s are Jamnagar : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ વેડિંગ સેરેમની માટે જામનગરમાં સેલેબ્રિટીઓનો આવવાનો સિલસિલો ચાલુ જ છે. જામનગરના  એરપોર્ટ પર એક પછી એક સેલેબ્સ આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ પટૌડી પરિવાર પણ જામનગર એરપોર્ટ પર એક અનોખા અંદાજમાં સ્પોટ થયો હતો. જેનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

જામનગર આવ્યો પટૌડી પરિવાર :

જામનગરના એરપોર્ટ પર બૉલીવુડનો ખ્યાતનામ અભિનેતા અને પટૌડી પરિવારનો નવાબ સૈફ અલીખાન પોતાની પત્ની કરીના કપૂર અને તેના ચાર બાળકો સાથે આવી પહોંચ્યો હતો. આ દરમિયાન સૈફ અલી ખાનનો નાનો દીકરો જેહ સૈફના ખભા પર બેઠેલો પણ જોવા મળ્યો હતો. તો તૈમુર તેની મમ્મી કરીનાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો. આ ઉપરાંત સારા અલી ખાન અને ઇબ્રાહિમ પણ સાથે જ જોવા મળ્યા હતા.

સૈફનાં ખભા પર બેઠેલો જોવા મળ્યો જેહ :

સૈફ અલી ખાને પેપરાજીને ઘણા બધા પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન આખો જ પરિવાર ખુબ જ ખુશ જોવા મળી રહ્યો હતો. તો કરીનાની સાથે તેની બહેન અભિનેત્રી કરિશ્મા કપૂર પણ આ પ્રસંગમાં હાજરી આપવા માટે આવી પહોંચી છે. સામે આવેલા વીડિયોમાં  જોઈ શકાય છે કે સૈફ અલી ખાન અને તેના બંને દીકરાઓએ એક સરખા જ કપડાં પણ પહેર્યા હતા.

કરિશ્મા કપૂર પણ આવી સાથે :

સૈફ, તૈમુર અને જેહે ભૂરા રંગનો કુર્તો અને સફેદ લહેંગો પહેર્યો હતો. જેમાં તેમનું ટ્યુનીંગ દિલ જીતી લેનારું હતું. તો પત્ની કરીના અને તેની બહેન કરિશ્મા એકદમ સિમ્પલ ડ્રેસમાં જોવા મળ્યા. વાત કરીએ સૌથી મોટા દીકરા ઇબ્રાહિમની તો તે જીન્સ, ટી શર્ટ અને ખુલ્લા શર્ટમાં જોવા મળ્યો હતો. સારા અલી ખાન પણ જીન્સ અને ટી શર્ટ સાથે જોવા મળી હતી.

જોવા મળ્યું જબરદસ્ત ટ્યુનીંગ :

પેપરાજીને પોઝ આપ્યા બાદ એરપોર્ટ પર સૈફ અને તેના પરિવારને  લેવા માટે આવેલી બસમાં બેસીને તેઓ પ્રિ વેડિંગ સ્થળ પર જવા માટે રવાના થઇ ગયા હતા. ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમના પરિવારનું ટ્યુનીંગ અને સાદગી ચાહકોના પણ દિલ જીતી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel