પાટણમાં લગ્ન પ્રસંગ દરમિયાન રાસ ગરબા રમતા આ બેનને આવ્યો હાર્ટ એટેક, વાંચો આખી મેટર

પાટણમાં લગ્નમાં ઘરનાં મોભીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું, હે ભગવાન આ શું થઇ રહ્યું છે ચારે બાજુ…જાણો સમગ્ર વિગતે

રાજ્યમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને યુવાઓને વધારે હાર્ટ એટેક આવી રહ્યા છે. અત્યાર સુધી જે હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવ્યા છે તેમાં મોટેભાગે પુરુષો જ છે પણ છેલ્લા કેટલાક મહિલાઓને લગતા પણ મામલા સામે આવ્યા છે. અવાર નવાર સામે આવતા હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક બાબત છે. ત્યારે હાલમાં હાર્ટ એટેકનો વધુ કિસ્સો પાટણમાંથી સામે આવ્યો છે.

પાટણના હારીજમાં લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. મોડી રાત્રે એક પરિવારમાં રાસ ગરબા ચાલી રહ્યા હતા અને આ દરમિયાન જ ઘરના મોભીનું હાર્ટ એટેકથી મોત થઇ ગયુ. પ્રાપ્ત માહિતી અનુસાર, હારીજના સિદ્ધિયોગી રેસિડેન્સીમાં રહેતા પરિવારમાં લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો અને લગ્નના આગલા દિવસે એટલે કે ગઈકાલે રાત્રે પરિવારમાં રાસ ગરબા રાખવામાં આવ્યા હતા.

File Pic

આ સમયે હસુમતીબેનને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પણ એ પહેલા જ તેમનું મોત થઇ ચૂક્યુ હતુ. ત્યારે આ ઘટનાને લઇને લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. પાટણમાંથી છેલ્લા 2 મહિનામાં હાર્ટ એટેકથી 8થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યુ છે. પાટણ ઉપરાંત સુરતના પાંડેસરામાં પણ એક મહિલનાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ,

તેમની ઉંમર 45 વર્ષની હતી અને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. આ ઉપરાંત રાજકોટમાં 32 વર્ષીય મહિલાનું કપડા ધોતા ધોતા હાર્ટ એટેકથી મોત થયુ હતુ જયારે બીજી એક ઘટનામાં 40 વર્ષીય યુવકનું ભોજન કરતા કરતા મોત નિપજ્યું હતુ.

Shah Jina