દિલ્લી-હૈદરાબાદની ફ્લાઇટમાં એર હોસ્ટેસ સાથે યાત્રીએ કરી માથાકૂટ, બે પ્રવાસીઓને કાઢી મુક્યા

હાલના દિવસોમાં ફ્લાઇટમાં બદ્તમીઝી અને હંગામાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. એર ઇન્ડિયામાં થયેલ પેશાબ કાંડ બાદ હવે સ્પાઇસજેટની ફ્લાઇટમાંથી સોમવારના રોજ એક એર હોસ્ટેસ સાથે દુર્વ્યવાહનો મામલો સામે આવ્યો છે. આ મામલે દિલ્લી પોલિસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્પાઇસજેટના એક સુરક્ષા અધિકારીએ એક પેસેન્જર દ્વારા કેબિન ક્રૂ સાથે થયેલ બદ્તમીઝીની ફરિયાદ કરી હતી. જે બાદ દિલ્લી પોલિસે છેડછાડનો મામલો દાખલ કર્યો અને આરોપીની ધરપકડ કરી. દિલ્લી પોલિસના એરપોર્ટ ડીસીપી અનુસાર, સોમવારે સાંજે ફરિયાદનો એક કોલ આવ્યો હતો,

જેમાં કહેવામાં આવ્યુ હતુ કે એક યાત્રીએ દિલ્લીથી હૈદરાબાદ જવાવાળી સ્પાઇસજેટની ફ્લાઇટ સંખ્યા SG-8133માં એક કેબિન ક્રૂ સાથે છેડછાડ કરી છે. કોલ સ્પાઇસજેટ એરલાઇન્સના સુરક્ષા અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. યાત્રી અબસાર આલમ નિવાસી જામિયા નગર દિલ્લી પરિવાર સાથે હૈદરાબાદ જઇ રહ્યો હતો. ટેક ઓફ દરમિયાન અબસાર આલમે એક મહિલા ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો અને કેબિન ક્રૂને પરેશાન કરી. કેબિન ક્રૂએ પીઆઇસી અને સુરક્ષા કર્મચારીઓને ઘટનાની જાણ કરી. તે બાદ ક્રૂ સાથે બદ્સલૂકી કરેલ અબસારને અને તેના એક સહ યાત્રીને વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો.

પછી સ્પાઇસ જેટના સુરક્ષાકર્મીઓ અને પીસીઆર કર્મચારીઓ દ્વારા તેને પોલિસ સ્ટેશન લઇ જવાયો. જણાવી દઇએ કે, આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આરોપી એક મહિલા ક્રૂ સાથે વાત કરતો દેખાય છે. જેમાં મહિલા ક્રૂ અન્ય મહિલા ક્રૂ વિશે આરોપીને જણાવી રહી છે કે તે રડી રહી છે. કેબિન ક્રૂ દ્વારા યાત્રીને સમજાવવામાં આવી રહ્યો છે. તે કહે છે કે મેં કંઈ ખોટું નથી કહ્યું. હું તમારા પિતાની ઉંમરનો છું. જો કે, આ દરમિયાન કેબિન ક્રૂ તેમને સમજાવવાનો પ્રયાસ કરતા રહ્યા. બાદમાં આસપાસ બેઠેલા લોકોએ પણ દરમિયાનગીરી કરી વૃદ્ધને શાંત પાડ્યા હતા.

આ ઘટનામાં ફરિયાદ બાદ પોલિસ દ્વારા આઇપીસીની ધારા 354A અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફ્લાઈટમાં એક મહિલા પર પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો. ગયા વર્ષે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પેસેન્જર પર નશામાં શંકર મિશ્રાએ પેશાબ કર્યો હતો.

Shah Jina