પરિણીતિ ચોપરા-રાઘવ ચડ્ડાની સગાઇ પહેલા દુલ્હનની જેમ સજ્યુ અભિનેત્રીનું ઘર, લોકો બોલ્યા- હવે લગ્ન પાક્કા છે… જુઓ વીડિયો

ખુશખબરી: દુલ્હનની જેમ સજ્યુ પરિણીતિ ચોપરાનું મુંબઇ વાળું ઘર, આ દિવસો રાઘવ ચડ્ડા સાથે દિલ્લીમાં કરશે સગાઇ ! જુઓ તસવીરો

Parineeti Chopra Raghav Chadha Engagement: ‘લેડીઝ વર્સેસ રિકી બહલ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી પરિણીતી ચોપરા બહુ જલ્દી આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની દુલ્હન બનવા જઈ રહી છે. લગ્નના સમાચારો વચ્ચે બંને ઘણી વખત સાથે સ્પોટ પણ થયા છે. ત્યારે એવા અહેવાલ છે કે આ કપલ 13 મેના રોજ દિલ્હીમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. જેના માટે અભિનેત્રીના મુંબઈવાળા ઘરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે.

સગાઇના ફંક્શનને લઇને લાઇટોથી સજ્યુ પરીનું ઘર 

હકીકતમાં પરિણીતીના આલીશાન ઘરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક્ટ્રેસના ઘરમાં સગાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ઘરની બહારના ભાગને દુલ્હનની જેમ અનેક લાઈટોથી સજાવવામાં આવ્યો છે. પરિણીતીનું ઘર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલું છે. બીજી તરફ એક્ટ્રેસના ઘરનો આ વીડિયો જોઈને ફેન્સે તેને સગાઈ માટે અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે.

સગાઇમાં પહેરશે મનીષ મલ્હોત્રાનો આઉટફિટ

આ પહેલા પરિણીતીની સગાઈના આઉટફિટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું હતું. ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, પરિણીતીની નજીકના એક સૂત્રએ માહિતી આપી હતી કે અભિનેત્રી તેની સગાઈમાં પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહેરવાની છે. આ માટે અભિનેત્રીને થોડા દિવસો પહેલા મનીષ મલ્હોત્રાના ઘરે પણ સ્પોટ કરવામાં આવી હતી.

13મી મેના રોજ દિલ્હીમાં સગાઇ 

પરિણીતી ચોપરાની સગાઈ 13મી મેના રોજ દિલ્હીમાં થવાના અહેવાલ છે. આ સમારોહમાં લગભગ 150 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સગાઈ પહેલા સવારે સુખમની સાહિબનો પાઠ કરવામાં આવશે, ત્યારબાદ સાંજે અન્ય કાર્યો થશે. સગાઈ પછી રાઘવ અને પરિણીતી ઓક્ટોબરના અંતમાં લગ્નના બંધનમાં બંધાશે તેવા પણ અહેવાલ છે. જો કે બંનેના લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આવી રીતે શરૂ થયા હતા લગ્નના અહેવાલ

જણાવી દઈએ કે પરિણીતી અને રાઘવના લગ્નના સમાચાર ત્યારે આવવા લાગ્યા જ્યારે બંને સતત બે દિવસ લંચ અને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા. આ સિવાય કપલ મુંબઈથી દિલ્હી સુધી સાથે મુસાફરી કરતા પણ જોવા મળ્યા હતા અને IPL મેચની મજા પણ સ્ટેડિયમમાં સાથે લેતા પણ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina