કોલ્ડ ડ્રિંકમાં નશો ભેળવી બનાવી ગંદો ગંદો વીડિયો- મિસ ઇંડિયા યુનિવર્સ પરીએ રાજ કુંદ્રાની કંપની પર લગાવ્યો આરોપ

મુંબઇમાં કામની શોધમાં આવેલી મિસ ઇંડિયા યુનિવર્સએ કહ્યું ભોળવીને કોલ્ડ ડ્રિંકમાં એવું એવું મિક્સ કર્યું અને મારો બીભત્સ વિડીયો ઉતારીને…જાણો વિગત

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણિતા બિઝનેસમેન રાજ કુંદ્રા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાંચ દ્વારા 19 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદથી તેઓ જેલમાં છે. ત્યારે રાજ કુંદ્રા કેસ વચ્ચે હવે મિસ ઇંડિયા યુનિવર્સ રહેલી પરી પાસવાન પણ હાલ ચર્ચામાં આવી છે. પરી પાસવાને મુંબઇના એક પ્રોડક્શન હાઉસ પર ગંભીર આરોપ લગાવ્યો છે.

તેનું કહેવુ છે કે, પ્રોડ્કશન હાઉસે કોલ્ડ ડ્રિંકમાં નશો ભંળવી તેનો ગંદો વીડિયો બનાવી લીધો હતો. ઝારખંડના ઘનબાદની રહેવાસી પરી પાસવાન કામની શોધમાંં મુંબઇ આવી હતી. પરી પાસવાનનું કહેવુ છે કે, તે એક મોડલ છે અને કામની શોધમાં મુંબઇ ગઇ હતી. તેની સાથે અહીં ઘટના ઘટી. તે કામને લઇને વત કરવા એક પ્રોડક્શન હાઉસ ગઇ હતી જયાં તેને નશાકોલ્ડ ડ્રિંક આપવામાં આવ્યુ અને તે બાદ તેનો વીડિયો બનાવી લેવામાં આવ્યો. જયારે પરીને આ મામલે જાણ થઇ તો તેણે પોલિસમાં ફરિયાદ કરી દીધી.

પરી પાસવાને એક નાના શહેરથી આવીને વીવીએન મિસ ઇંડિયા યુનિવર્સનો ખિતાબ પોતાને નામ કરીને કમાલ કરી દીધ, પરીને બળપણથી જ મોડલિંગનો શોખ હતો. બાળપણમાં પરી ફેશન શો દેખતી હતી અને વિચારતી હતી કે તે પણ એક દિવસ આવી રીતે જ રૈંપ પર જલવા વિખેરશે. અભ્યાસ પૂરો કર્યા બાદ પરી રાંચીમાં ઇવેન્ટ્સ ઓર્ગનાઇઝ કરવા લાગી. પરીને ફેશન વર્લ્ડમાં આવવા માટે પરિવારે સપોર્ટ કર્યો હતો.

મિસ ઇંડિયા યુનિવર્સ ટેગ જીત્યા બાદ પરી પાસવાનનું બોલિવુડમાં કામ કરવુ સપનુ હતુ. પરંતુ એવું કહેવાય છે કે બોલિવુડમાં આવી અને પોતાની ઓળખ બનાવવી એટલી સરળ નથી તેમ પરી પણ બોલિવુડમાં ધમાલ મચાવી શકી નહિ.પરીએ નાગપુરી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ છે. પરીનો સિક્કો બોલિવુડમાં તો ચાલી શક્યો નહિ.

વર્ષ 2019માં પરીએ મિસ ઇંડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. પરીએ વર્ષ 2021માં કતરાજ પોલિસ સ્ટેશનના નીરજ કુમાર સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ફેસબુક પર થઇ હતી. જે બાદ બંનેએ લગ્ન કરી લીધા. લગ્નના કેટલાક દિવસો બાદ પરીએ તેના સાસરાવાળા પર દહેજ માટે પ્રતાડિત કરવાનો કેસ દાખલ કરાવ્યો. જેને કારણે તેના પતિની ધરપકડ પણ થઇ હતી. આ વચ્ચે તેના સાસરાવાળાએ તેના પર ગંદી ફિલ્મોમાં કામ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ આરોપમાં પરીએ કહ્યુ કે, તેણે લગ્ન પહેલા જ નીરજને જણાવી દીધુ હતુુ કે પ્રોડક્શન હાઉસે તેનો જબરદસ્તી વીડિયો બનાવી લીધો છે. અહીં સુધી કે તેના સાસરાવાળાને એ પણ ખબર હતી કે પરિને પહેલા લગ્નથી એક દીકરી પણ છે. નીરજ લગ્ન પહેલી પરીના ઘરે આવીને તેની દીકરી સાથે રમતો હતો, જેની કેટલીક તસવીરો પણ છે.

Shah Jina