પાણીપુરી ખાનારા સાવધાન ! બની શકો છો આ ગંભીર બીમારીનો ભોગ, અહીંયા ધડાધડ મામલાઓ આવી રહ્યા છે સામે, જુઓ

10-20 રૂપિયાની પાણીપુરી ખાવાના કારણે 20-30 હજારના હોસ્પિટલના ખર્ચમાં પડી શકો છો તમે, અહીંયા પાણીપુરી ખાનારામાં વકર્યો આ રોગ, જુઓ

પાણીપુરી એ એવી વસ્તુ છે જેને જોઈને કોઈનું પણ મન લલચાઈ જતું હોય છે, ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ તો પાણીપુરી જોઈને ઘેલી થઇ જતી હોય છે. હંમેશા હાઇજીનનું ધ્યાન રાખવા વાળા પણ પાણીપુરીની લારી દેખાતા જ હાઇજીનની ચિંતા કર્યા વગર જ ખાવા માટે તૂટી પડતા હોય છે, ઘણીવાર પાણીપુરીની લારી વાળા સ્વચ્છતા અને હાઇજીનને લઈને ઘણી ફરિયાદો પણ રહેતી હોય છે, ત્યારે હાલમાં સામે આવેલી એક ઘટનાએ સૌના હોશ ઉડાવી દીધા છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

તેલંગાણામાં ટાઈફોઈડના મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે. અહીંના એક ઉચ્ચ આરોગ્ય અધિકારીએ રાજ્યભરમાં મોટી સંખ્યામાં ટાઈફોઈડના કેસ નોંધવા માટે પાણીપુરીને જવાબદાર ઠેરવી છે. જાહેર આરોગ્ય નિયામક ડૉ. શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે ટાઈફોઈડને પાણી-પુરી રોગ તરીકે ઓળખવામાં આવે છે, અને લોકોને ટાઈફોઈડ અને અન્ય મોસમી રોગોથી બચાવવા માટે વર્તમાન વરસાદની મોસમમાં પાણીપુરીઅને અન્ય સ્ટ્રીટ ફૂડથી દૂર રહેવાની સલાહ આપી હતી.

એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ વરસાદની મોસમમાં રસ્તાના કિનારે મળતી પાણીપુરી ખાવાનું ટાળે. માત્ર જુલાઈ મહિનામાં જ ટાઈફોઈડના 2752 કેસ નોંધાયા છે. વાસ્તવમાં વરસાદમાં સંક્રમિત પાણીને કારણે અનેક પ્રકારના મોસમી રોગો થાય છે. આ ઉપરાંત તેમણે પાણીપુરી વેચતા વિક્રેતાઓને ઉકાળ્યા પછી પાણીનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત તમામ દુકાનદારોએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાની સાથે-સાથે માખીઓ અને મચ્છરોની આજુબાજુ ઉત્પત્તિ ન થાય તે માટે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એમ પણ જણાવ્યું.

આરોગ્ય વિભાગના ડાયરેક્ટર જી શ્રીનિવાસ રાવે કટાક્ષ કરતા કહ્યું કે લોકોને 10 રૂપિયાની પાણીપુરી ખાવા માટે હોસ્પિટલમાં 10,000 રૂપિયાનું બિલ ચૂકવવું પડે છે. તેમણે ખાનગી હોસ્પિટલોને નકામી લેબ ટેસ્ટની સલાહ આપીને દર્દીઓને દૂર ન કરવા જણાવ્યું હતું. ટાઈફોઈડ, કોલેરા અને મેલેરિયા જેવા ચોમાસા સંબંધિત રોગોથી લોકો બીમાર પડે છે.

Niraj Patel