અદ્દલ મહેન્દ્ર સિંહ ધોની જેવો જ દેખાય છે આ યુવક, ચૂંટણીમાં પોલિંગ ઓફિસર તરીકે ફરજ બજાવવા પહોંચ્યો તો વૉટર પણ થયા કન્ફ્યુઝ, જુઓ

ક્રિકેટ જગતમાં મહેન્દ્ર સિંહ ધોનીનું એક મોટું નામ બની ગયું છે, ભારતીય ટીમનું સુકાની પદ છોડી અને નિવૃત્તિ લીધા બાદ ધોની રાંચીમાં પોતાના ફાર્મહાઉસમાં વધુ પડતો સમય વિતાવે છે. હાલમાં જ આઇપીએલમાં પણ મહેન્દ્ર સિંહ ધોનીનું ફેન ફોલોઇંગ જોવા મળ્યું, પરંતુ હાલમાં મહેન્દ્ર સિંહ ધોની નહિ પરંતુ તેના જેવો દેખાતો એક વ્યક્તિ ચર્ચામાં આવ્યો છે.

રાંચીના રાજકુમાર મહેન્દ્ર સિંહ ધોની તેમના શહેર રાંચીમાં હોય કે ન હોય, પરંતુ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ દિવસોમાં રાજ્યમાં ગ્રામ્ય સરકાર એટલે કે પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. આમાં ધોની પણ ચર્ચામાં છે. તે પણ ‘ચૂંટણી ફરજ’ વિશે. ધોની જેવા દેખાતા વ્યક્તિની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યારે આ વ્યક્તિ રાજધાની રાંચીને અડીને આવેલી સિલ્લીની લોટા પંચાયતમાં ચૂંટણી કરાવતો જોવા મળ્યો, ત્યારે લોકોએ તેની તસવીરો લીધી.

મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડ પંચાયત ચૂંટણી યોજવાની ફરજમાં હોવાનો કોઈ ઉલ્લેખ નથી. આ ક્રિકેટર જેવા દેખાતા પંચાયત ચૂંટણી કાર્યકર વિવેક કુમારની તસવીરો જોઈને તમે પણ છેતરાઈ જશો. ચાર દિવસ પહેલા અચાનક સિલ્લી બ્લોકની લોટા પંચાયતમાં મહેન્દ્ર સિંહ ધોની પંચાયત ચૂંટણીમાં વ્યસ્ત હોવાના સમાચાર ઝડપથી ફેલાઈ ગયા.

સિલ્લી સાથે રાંચીના ઘણા લોકો પણ આ ‘ધોની’ને જોવા પહોંચ્યા હતા. ટેબલ પર માથું નમાવીને ધોની સતત બેલેટ પેપર સાથે પોતાનું કામ કરી રહ્યો હતો. લોકો તેનો ચહેરો જોઈ શકતા ન હતા. જેવો તે વ્યક્તિએ ચહેરો ઊંચો કર્યો કે તરત જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બિલકુલ ધોની જેવો દેખાતો આ વ્યક્તિ વિવેક કુમાર હતો. લોકોના ચહેરા પરનું આશ્ચર્ય જોઈને તે હસતો હસતો પંચાયતની ફરજમાં પોતાના કામમાં વ્યસ્ત હતો.

પંચાયત ચૂંટણી માટે પહોંચેલ વિવેક કુમાર બિલકુલ ધોની જેવો દેખાય છે. જો તમે નજીકથી જોશો તો તમે પણ એક વખત મૂંઝવણમાં પડી જશો કે ધોની છે કે નહીં? વાસ્તવમાં, વિવેક કુમારનો લુક, તેની હેરસ્ટાઇલ, સ્ટેચર અને ચહેરાની રચના મહેન્દ્ર સિંહ ધોની સાથે ઘણી મળતી આવે છે. તે ધોનીની જેમ જ હસે છે.

જ્યારે તેઓ સિલ્લીની લોટા પંચાયતમાં ચૂંટણી યોજવા પહોંચ્યા ત્યારે મત આપવા આવેલા મતદારો પણ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેની સાથે સેલ્ફી લેવાની સ્પર્ધા ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે વિવેક કુમાર CCLમાં આસિસ્ટન્ટ મેનેજર છે અને તેમની ફરજ પંચાયત ચૂંટણીમાં સેક્ટર મેજિસ્ટ્રેટ તરીકે લગાવવામાં આવી છે.

Niraj Patel