PUBG વાળો પ્રેમ : પ્રેમ માટે પાર કરી સીમા…પાકિસ્તાનથી નોઇડા આવી મહિલા…હવે થઇ ધરપકડ

પાકિસ્તાનથી ભારતના પ્રેમી માટે 4 બાળકોની મમ્મી દોડીને આવી ગઈ, પબજી રમતા રમતા પ્રેમ પાંગર્યો હતો, મગજ બેન્ડ મારી જશે આખી કહાની વાંચીને

Pakistani woman falls in love with Indian man on PUBG : કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ ગમે તે હદે જાય છે. આવો જ એક કિસ્સો ગ્રેટર નોઈડાથી સામે આવ્યો છે. PUBG રમતી વખતે એક પાકિસ્તાની મહિલાને એક ભારતીય છોકરા સાથે પ્રેમ થઈ ગયો. આ પછી પ્રેમી માટે તે તેના ચાર બાળકો સાથે ગ્રેટર નોઈડા પહોંચી. પોતાના પ્રેમી સાથે ભારત આવેલી પાકિસ્તાની યુવતીની નોઈડા પોલીસે હરિયાણાના બલ્લભગઢથી ધરપકડ કરી છે. આ મહિલાને PUBG રમતી વખતે ભારતીય યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો,

ત્યારબાદ તે તેના પહેલા પતિને છોડીને ચાર બાળકો સાથે ભારત આવી ગઈ. ગ્રેટર નોઈડાના ડીસીપીએ જણાવ્યું કે, મહિલા સીમા મૂળ પાકિસ્તાનના ખૈરપુર સિંધ પ્રાંતની છે. પછી તે કરાચીમાં રહેતી હતી. મહિલાના બોયફ્રેન્ડ સચિન અને તેના પિતા નેત્રપાલની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે સીમાએ 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. 2020માં લોકડાઉન દરમિયાન જ્યારે પતિ કામ માટે સાઉદી ગયો ત્યારે સીમા અને સચિન PUBG ગેમ દ્વારા સંપર્કમાં આવ્યા અને પછી તેણે ઈન્ટરનેટ દ્વારા પાકિસ્તાનથી ભારત આવવાનો રસ્તો શોધ્યો.

તેને નેપાળમાં શ્રેષ્ઠ વિકલ્પ મળ્યો. 2023માં બંને કાઠમંડુમાં 7 દિવસ સાથે રહ્યા હતા. આ પછી સીમા ફરી નેપાળના ટુરિસ્ટ વિઝા લઈને 4 બાળકો સાથે નેપાળ આવી અને તેણે પોલીસને કહ્યું- તે સચિન સાથે કાયમ માટે ભારત શિફ્ટ થવા માંગતી હતી. માર્ચમાં નેપાળમાં સચિનને ​​એકલી મળવા આવી હતી અને સચિન સાથે રહેવાની વાત હતી. આ પછી આ લોકો નેપાળમાં જ એક-બે વાર મળ્યા હતા.સીમાના પહેલા લગ્ન 2014માં થયા હતા. સીમાને પતિ ગુલામ હૈદર સાથે 4 બાળકો છે. તે ટાઇલ્સ નાખવાનું કામ કરે છે. સીમાનો એક ભાઈ પાકિસ્તાન આર્મીમાં હોવાનું કહેવાય છે.

પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. સીમા પાસે 2 વીડિયો કેસેટ, 4 મોબાઈલ, 1 સિમ, 1 તૂટેલો મોબાઈલ, 4 બર્થ સર્ટિફિકેટ, 3 આધાર કાર્ડ, એક ગર્વર્મેન્ટ ઓફ પાકિસ્તાન નેશનલ ડેટાબેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટી મિનિસ્ટ્રી ઓફ ઇંટીરિયરની સૂચી, 6 પાસપોર્ટ, 5 વેક્સીનેશન કાર્ડ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, રબુપુરાનો રહેવાસી સચિન કરિયાણાની દુકાનમાં કામ કરતો હતો, તેને PUBG રમવાનો શોખ હતો. આ રમત દરમિયાન તે પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદરના સંપર્કમાં આવ્યો હતો.

બંને વચ્ચે ચેટ શરૂ થઈ અને બંને એકબીજાને પ્રેમ કરી બેઠા. આ મહિલા પ્રેમથી એટલી ઓતપ્રોત થઈ ગઈ કે તે સચિન માટે પાકિસ્તાનથી તેના ચાર બાળકો સાથે ગ્રેટર નોઈડા આવી ગઇ. બંને રબુપુરામાં જ ભાડાના મકાનમાં રહેતા. આ અંગે પોલીસને જાણ થતાં જ યુવક મહિલા અને તેના બાળકો સાથે ભાગી ગયો હતો. પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ મહિલાને શોધી કાઢી અને તેને કસ્ટડીમાં લીધી. આ ઉપરાંત સચિન અને તેના પિતાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને બધાની પૂછપરછ ચાલી રહી છે.

આ અંગે મકાન માલિકે જણાવ્યું કે સચિન મે મહિનામાં તેની પાસે આવ્યો હતો. તેણે કહ્યું કે તે ભાડે રૂમ લેવા માંગે છે. તેણે કોર્ટ મેરેજ કર્યા છે અને તેને ચાર બાળકો છે. તેણે કહ્યું કે અમને ક્યારેય લાગ્યું નથી કે તેની સાથે રહેતી મહિલા પાકિસ્તાનની છે. તે સૂટ સલવાર અને સાડી પહેરતી. જ્યારે તે લોકો એક તારીખે ચાલ્યા ગયા ત્યારે પોલીસ આવી, આ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે આવી હતી.

એડીસીપી ગ્રેટર નોઈડાએ જણાવ્યું કે પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે રબુપુરામાં એક પાકિસ્તાની મહિલા 4 બાળકો સાથે ફરતી હતી. આ અંગે પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી. આ પછી, સ્થાનિક ગુપ્તચર, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને બીટ પોલીસિંગની મદદથી, પોલીસ સ્ટેશન રબુપુરાએ મહિલાને શોધી કાઢી.

Shah Jina