પાકિસ્તાની વરરાજાએ તેની પત્ની માટે બૉલીવુડની “ફના” ફિલ્મનું ગીત ગિટાર વગાડતા વગાડતા ગાયું અને પછી કન્યાએ આંખોમાં જ…. જુઓ વીડિયો
ઇન્ટરનેટ પર લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે કે આ વીડિયોને વારંવાર જોવાનું મન થયા કરે. ખાસ કાઇને લગ્નની અંદર વર-કન્યા જયારે પોતાના પાર્ટનર માટે કઈ ખાસ કરવાનું વિચારે છે ત્યારે એવી ઘટનાઓ લોકોના પણ દિલ જીતી લેતી હોય છે.
હાલ એવો જ એક વીડિયો પાકિસ્તાનમાંથી પણ સામે આવ્યો છે, જ્યાં એક વરરાજાએ કન્યાની સામે બેસીને ગિટાર વગાડતા વગાડતા જે કર્યું તેને સૌનું દિલ જીતી લીધું. જેમ ભારતમાં બોલીવુડના ગીતો ખુબ જ લોકપ્રિય છે તેમ પાકિસ્તાનમાં પણ બોલીવુડના ગીતોને લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. પાકિસ્તાનની ઘણી યુવતીઓને તમે બોલીવુડના ગીતો પણ ડાન્સ કરતા પણ જોઈ હશે.
ત્યારે વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એક ટોળાની વચ્ચે ખુરશીમાં વર-કન્યા બેઠા છે અને વરરાજાના હાથમાં ગિટાર છે. વરરાજા ગિટાર પર આમિર ખાનની ફના ફિલ્મનું ટાઇટલ સોન્ગ “હોના હે તુજમેં ફના” છેડે છે અને કન્યા સાથે ત્યાં હાજર મહેમાનો પણ ખુશીથી કિલકારીઓ પાડી ઉઠે છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરરાજાનું નામ સામી અને દુલ્હનનું નામ સેહર છે. બંને સોશિયલ મીડિયા પ્રભાવક છે અને સંગીતની સમજ ધરાવે છે. આ બંને અવારનવાર તેમની તસવીરો અને વીડિયો એકસાથે શેર કરતા હોય છે. તેના વીડિયો અને તસવીરો પાકિસ્તાનની સાથે ભારતમાં પણ વાયરલ થતા રહે છે.