પાકિસ્તાનમાં યુવતીને 400 જણાએ રમકડાંની જેમ હવામાં ઉછાળીને કપડાં ફાડી નાખેલી યુવતીની દર્દભરી દાસ્તાન

થોડા દિવસ પહેલા પાકિસ્તાનમાં એક  ઘટના બની હતી, જેના વીડિયોએ સોશિયલ મીડિયામાં હોબાળો મચાવ્યો હતો, આ વીડિયોની અંદર જોવા મળ્યું હતું કે એક પાકિસ્તાની યુટ્યુબર યુવતીને 400 જેટલા લોકો હવામાં ઉછાળી રહ્યા હતા અને તેના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતા. જેના બાદ ઘણા લોકોએ આ ઘટનાની નિંદા પણ કરી હતી, હવે આ મામલામાં પીડિત યુટ્યુબર યુવતીનું નિવેદન સામે આવ્યું છે.

ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન પોલીસ દ્વારા એક યુટ્યુબર યુવતી ઉપર ભળી દ્વારા હુમલો કરવાના મામલામાં તપાસ કર્યા બાદ 126 લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ ઓફિસર દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પોલીસે આ મામલામાં હજુ સુધી 126  ફૂટેજના આધારે ઓળખ કરીને ધરપકડ કરી લીધી છે. પીડિત જેલમાં સંદિગ્ધોની ઓળખ કરશે.”

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળ્યું હતું કે, 400થી પણ વધારે લોકો પાકિસ્તાનની એક યુવાન છોકરી સાથે બર્બરતા કરતા નજર આવી રહ્યા છે. વીડિયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઘટના સ્થળ ઉપર હેવાન બનેલા લોકો યુવતીને જબરદસ્તી ઉઠાવી રહ્યા છે અને તેની સાથે બદસલૂકી કરી રહ્યા છે.

પીડિત યુવતી ટિક્ટોક વીડિયો બનાવે છે. તે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના મોકા ઉપર લાહોર સ્થિત મિનાર-એ-પાકિસ્તાનની નજીક પોતાના 6 સાથીઓ સાથે ગ્રેટર ઇકબાલ પાર્કમાં વીડિયો શૂટ કરવા માટે પહોંચી હતી, ત્યારે જ તેની સાથે આ ભયાનક ઘટના ઘટી.

યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે જયારે વીડિયો બનાવવા માટે પહોંચી ત્યારે જ 400 લોકોએ તેના ઉપર હુમલો કરી દીધો. તેને જણાવ્યું કે તેના સાથીઓએ તેને બચાવવાના ખુબ જ પ્રયત્નો કર્યા, તેને ત્યાંથી બચીને નીકળવાના પ્રયત્નો પણ કર્યા છતાં પણ લોકો સતત તેની પાછળ જ પડ્યા રહ્યા.

છોકરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ભીડ દ્વારા તેને ઉઠાવી લેવામાં આવી અને છોડી મુકવાની વિનંતી છતાં પણ તેને ઉછાળતા રહ્યા, તેમને યુવતીના કપડાં પણ ફાડી નાખ્યા. આ ઉપરાંત તેના સાથીઓ સાથે પણ બર્બરતા કરવામાં આવી. ભીડમાં હાજર રહેલા લોકોએ તેની વીંટી અને કાનની વાળી જબરદસ્તી ઉતારી લીધી. તેનો મોબાઈલ ફોન છીનવી અને 15 હજાર રૂપિયા પણ છીનવી લીધા.

યુવતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “મેં અશ્લલ કપડાં નહોતા પહેર્યા. ના મેં ક્યારેય પહેર્યા છે ના હું ક્યારેય ગંદા વીડિયો બનાવું છું. હું પ્રોપર કપડામાં હતી. મેં તેને 14 ઓગસ્ટ માટે જ સીવડાવ્યા હતા.  પરંતુ હું જ્યાં સુધી કઈ જાણી શકતી તેમને ફાડી નાખ્યા.  તેને કહ્યું કે હું મદદ માટે બૂમો પાડતી રહી પરંતુ કોઈ મદદ માટે આગળ ના આવ્યું.


પોતાનું દુઃખ વ્યક્ત કરતા તે જણાવે છે કે, “આ બધું કેમ થયું, મેં કોઈનું ખરાબ નથી કર્યું. કોઈ મને ઓળખતું પણ નથી. શું આજ સજા છે પાકિસ્તાનની દીકરી હોવાની ?” તમને જણાવી દઈએ કે વીડિયો બનાવનારી આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો, જેને ઘણા લોકો દ્વારા શેર પણ કરવામાં આવ્યો હતો.

Niraj Patel