મહિલા પ્રોફેસરના આપઘાતના મામલે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, હાંફી જશો એવું ડરામણી વિગત આવી બહાર 

Pakistan Connection Surat Women Suicide :ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી ચુક્યા છે. જેમાં ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. તો ઘણા મામલાઓમાં બ્લેકમેઈલિંગથી પરેશાન થઈને પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા એવો જ એક મામલો સુરતમાંથી સામે આવ્યો હતો. જેમાં એક મહિલા પ્રોફેસરે પણ આપઘાત કરી લીધો હતો.

દોઢેક મહિના પહેલા સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી એક મહિલા પોરોફેસરના મોર્ફ કરેલા ન્યૂડ ફોટા બતાવી વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હતા. જેનાથી કંટાળીને મહિલાએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે રાંદેર પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહિલાને બિહારના જમુઈ નક્સલી વિસ્તારમાંથી હેરાન કરાતી હોવાની માહિતી સામે આવી હતી.

જેના બાદ રાંદેર પોલીસે પોતાના જીવન જોખમે નક્સલી વિસ્તારમાં જઈને અભિષેક કુમાર સિંગ, રોશન કુમાર સિંગ અને સૌરભ ગજેન્દ્રકુમાર નામના આરોપીઓને ઝડપી પાડી સુરત લઇ આવી હતી. ત્યારે તેમના 10 દિવસના રિમાન્ડ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે. આરોપીઓ સાથેની પુછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તેમનું પાકિસ્તાન સાથે પણ કનેક્શન છે.

આરોપીઓ પાસેથી અલગ અલગ પ્રકારના 72 UPI આઈડી પણ મળી આવ્યા છે. તો એવો પણ ખુલાસો થયો છે કે આરોપીઓ બાયનાન્સ એપ્લિકેશન દ્વારા USDT ક્રિપ્ટો કરન્સી મારફતે પાકિસ્તાનમાં ટ્રાન્જેક્શન કરતા હતા. આ મામલે વધુ પણ ચાર આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. પોલીસે આ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Niraj Patel