ખબર મનોરંજન

પ્રિન્સેસ દિયાકુમારી અને રીવાબા જાડેજાના હસ્તે જે ફિલ્મનું મુહૂર્ત થયું તેમાં 63 વર્ષના નીના ગુપ્તા સાથે રોમાન્સ કરશે 46 વર્ષનો રણદીપ હુડ્ડા,આ 2 દિગ્ગ્જ ગુજરાતીઓ બનાવી રહ્યા છે આ ફિલ્મ

“પચહત્તર કા છોરા”માં રણદીપ હુડ્ડા અને નીના ગુપ્તા એક સાથે લઈને આવી રહ્યા છે એક અલગ પ્રકારની ટ્વિસ્ટ વાળી રોમકોમ ફિલ્મ, જાણો ફિલ્મ વિશેની ખાસ વાતો

ફિલ્મો જોવી દરેક વ્યક્તિને પસંદ હોય છે અને મનોરંજન માણવા માટે દર્શકો થિયેટરમાં પૈસા ખર્ચીને પણ જતા હોય છે. ત્યારે ફિલ્મ મેકર્સ પણ દર્શકોને સારામાં સારું મનોરંજન મળે તે માટેનું પૂરતું ધ્યાન રાખતા હોય છે અને અવનવી ફિલ્મો પણ બનાવતા હોય છે.

5 મી માર્ચે આ ફિલ્મના મુહર્તની સાથે ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું. પોસ્ટરમાં ફિલ્મનું નામ હતું “પચહત્તર કા છોરા”. આ ફિલ્મની અંદર મુખ્ય ભૂમિકામાં અભિનેતા રણદીપ હુડ્ડા અને અભિનેત્રી નીના ગુપ્તા જોવા મળવાના છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા તથા અન્ય તમામ પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થયું હતું અને ચાહકોમાં પણ આ ફિલ્મને લઈને ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે.

આ ફિલ્મનું દિગ્દર્શન જાણીતા દિગ્દર્શક જયંત ગિલાટર કરી રહ્યા છે. આ ફિલ્મ જેજે ક્રિકેશન એલએલપી અને શિવમ સિનેમા વિઝન દ્વારા નિર્મિત થવાની છે. આ ફિલ્મને પ્રસ્તુત કરી રહ્યા છે પેનોરમા સ્ટુડિયો. આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે. પ્રોલાઈફ એન્ટરટેઈનમેન્ટ એન્ડ પ્રોડક્શન એસોસિયેટ પ્રોડ્યુસર તરીકે અને રચયિતા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ કો પ્રોડ્યુસર તરીકે સાથે છે.

(શ્રી કુમાર મંગત પાઠક (ચેરમેન, પેનોરમા સ્ટુડિયો), રણદીપ હુડ્ડા. નીના ગુપ્તા, રીવાબા જાડેજા, પ્રિન્સેસ દિયા કુમારી, શત્રુજ્ઞ સિંહ સોલંકી, જયંત ગિલાટર)

જયંત ગિલાટર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં નીના ગુપ્તા અને રણદીપ હુડ્ડા ઉપરાંત ગુલશન ગ્રોવર અને સંજય મિશ્રાની પણ ખુબ જ મહત્વની ભૂમિકા જોવા મળવાની છે. આ પહેલી ફિલ્મ છે જેનું શૂટિંગ રાજસ્થાનના રાજસમંદમાં કરવામાં આવશે. ફિલ્મનું મુહૂર્ત આ રવિવારે નાથદ્વારામાં સાંસદ પ્રિન્સેસ દિયા કુમારી અને જામનગરના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજાના હાથે થયું.

(દિલીપ મિસ્ત્રી, મેહુલ દેસાઈ, આનંદી ત્રિપાઠી, અર્ચના શર્મા, જીતેન પુરોહિત, જયંત ગિલાટર, આશિષ શર્મા, શત્રુજ્ઞ સિંહ સોલંકી, આશુ પટેલ, અભિલાષ ઘોડા)

આ ઉપરાંત આ ખાસ પ્રસંગે હરદેવસિંહ સોલંકી, હરીશસિંહ સોલંકી, સહદેવસિંહ સોલંકી, અભિલાષ ઘોડા,આશુ પટેલ,મેહુલ દેસાઈ અને ગુજરાતી અભિનેત્રી આનંદી ત્રિપાઠી સાથે ઘણા જાણીતા અને માનીતા રાજકારણ અને ફિલ્મો સાથે જોડાયેલા લોકો પણ ઉપસ્થિતિ રહ્યા હતા. આ ફિલ્મને લઈને પેનોરમા સ્ટુડિયોના ચેરમેન કુમાર મંગત પાઠકે જણાવ્યું હતું કે, “પેનોરમા સ્ટુડિયો હંમેશા રસપ્રદ વિષયોને સમર્થન આપે છે અને આ ફિલ્મ એક અલગ વિષય સાથે અમે લઈને આવી રહ્યા છે.”

(મેહુલ દેસાઈ, જીતેન પુરોહિત, આનંદી ત્રિપાઠી, શત્રુજ્ઞ સિંહ સોલંકી, અભિલાષ ઘોડા, આશુ પટેલ)

તેમણે આગળ એમ પણ જણાવ્યું કે “પચહત્તર કા છોરા એ એક એવી ફિલ્મ છે જે જીવનના ખૂબ જ મહત્વપૂર્ણ પાસાઓ વિશે હળવાશથી વાત કરે છે. અમે 75 વર્ષના યુવાનની આ સફર લાવવા માટે ઉત્સુક છીએ !” તો આ ફિલ્મનું જે દિગ્દર્શન કરી રહ્યા છે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક જયંત ગિલાટર.  શબાના આઝમી અને જુહી ચાવલા દ્વારા નિભાવવામાં આવેલી બે શિક્ષિકાઓ સાથે તેમની સફર તેમની હિન્દી ફિલ્મ “ચોક એન્ડ ડસ્ટર” હૃદયને સ્પર્શી જનારી ફિલ્મ હતી.

જયંત ગિલાટર સાથે અભિનેત્રી નીના ગુપ્તા અને અભિનેતા રણદીપ હુડ્ડા

જયંત ગિલાટરની ગુજરાતી ફિલ્મ “નટસમ્રાટ” અને “હલકી ફુલકી” બીજી મોટી હિટ ફિલ્મો રહી, આ ઉપરાંત તેમની “ગુજરાત 11” ગુજરાતીમાં પ્રથમ સ્પોર્ટ્સ ફિલ્મે પણ ઘણા પુરસ્કારો જીત્યા અને નેશનલ આર્કાઇવ માટે પસંદ કરવામાં આવી. તેમની મરાઠી ફિલ્મો સદરક્ષનાય અને રણભૂમિએ અનેક રાજ્ય પુરસ્કારો જીત્યા છે.

(આનંદી ત્રિપાઠી, જીતેન પુરોહિત, અર્ચના શર્મા, આશિષ શર્મા, જયંત ગિલાટર, કૃષ્ણ તીવાડી)

જયંત ગિલાટરે જણાવ્યું હતું કે “હું હંમેશા સામાન્ય વિષયોને બદલે અપરંપરાગત વિષયો પ્રત્યે આકર્ષિત રહું છું. પચહત્તર કા છોરા પરફેક્ટ ફિટ છે અને હું આજે આ ફિલ્મની સફર શરૂ કરવા માટે ખુબ ઉત્સાહિત છું. આ કહાની બે પાવરફુલ કલાકારો રણદીપ અને નીનાજીના માધ્યમથી જણાવવામાં આવશે. આ એક વધારાનું બોનસ છે.”

(જીતેન પુરોહિત, દર્શન શાહ (પેનોરમા), મુરલી ચટવાની (પેનોરમા), જયંત ગિલાટર, શ્રી કુમાર મંગત પાઠક (પેનોરમા), આશિષ શર્મા, અર્ચના શર્મા)

રણદીપ માટે, આ ફિલ્મ તેની બહુમુખી પ્રતિભા અને તેજ દર્શાવતી લાંબી યાદીમાં માત્ર એક વધુ હશે.D, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર અને મેં ઔર ચાર્લ્સથી લઈને સરબજીત, લાલ રંગ, એક્સ્ટ્રેશન અને કેટ સુધી રણદીપ માટે આ ફિલ્મે લાંબી સૂચીમાં વધુ એક ફિલ્મ હશે જે તેમની બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કરશે. આ ફિલ્મને લઈને અભિનેતા રણદીપ હુડ્ડાએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મમાં મારો રોલ અત્યાર સુધીની ફિલ્મો કરતા સાવ જુદો અને વધારે રસપ્રદ છે.”

તેમણે આગળ એમ પણ કહ્યું કે, “આ એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મ છે. જેમાં રીચ્યુએશનલ હ્યુમર જોવા મળવાની છે. આ ફિલ્મ લોકોને હસાવવાની સાથે સાથે દર્શકોને વિચારતા કરી દેશે. આવી અનોખી પ્રેમ કહાની હજુ સુધી કોઈ જોઈ નહીં હોય. ” ત્યારે હવે દર્શકો પણ આ ફિલ્મ રિઝીલ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(હરદેવ સિંહ સોલંકી, આશુ પટેલ, હરેશ સિંહ સોલંકી, જીતેન પુરોહિત)

આ ફિલ્મ સાથે જાણીતા લેખક દિગ્દર્શક અને નિર્માતા જીતેન પુરોહિત પણ વન ઓફ ધ પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. આ ફિલ્મને લઈને ગુજ્જુરોક્સ ટીમ દ્વારા જીતેન પુરોહિત સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. અમે પૂછ્યું કે “તમે એક દિગ્દર્શક છો તો આ ફિલ્મ સાથે કેવી રીતે જોડાયા ?”

(જીતેન પુરોહિત અને જયંત ગિલાટર)

ત્યારે આ સવાલનો જવાબ આપતા તેમને જણાવ્યું કે, “હું અને જયંત ગિલાટર છેલ્લા 27 વર્ષથી વધારે સમયથી મિત્રો છીએ અને અમે એકબીજાના પ્રોડક્શન હાઉસમાં કામમાં એકબીજાને હમેશા સાથ આપતા અને છેલ્લા 2-3 પ્રોજેક્ટમાં તેમની સાથે હું સુપરવાઈઝિંગ પ્રોડ્યુસર તરીકે સાથે રહ્યો અને અમે બંનેએ હમણાં જ એક વેબ સિરીઝનું શૂટ પૂર્ણ કર્યું, જેનું પોસ્ટ પ્રોડક્શન ચાલે છે.”

(મેહુલ દેસાઈ, જીતેન પુરોહિત, જયંત ગિલાટર)

તેમને આગળ જણાવ્યું કે “એ સિરીઝથી હું જયંતભાઈ સાથે પાર્ટનર પ્રોડ્યુસર તરીકે જોડાઈ ગયો અને આ ફિલ્મ અમે બંને સાથે મળીને બનાવી રહ્યા છીએ. હું અને આનંદી ત્રિપાઠી મળીને બહુ જલ્દી એક ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ.”

(લેખક-દિગ્દર્શક જીતેન પુરોહિત સાથે અભિનેત્રી આનંદી ત્રિપાઠી)

આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે “હું અહીંયા ખાસ કરીને કુમારજીનો આભાર માનવા માંગીશ, તેમણે મારી સાથે એક જ મુલાકાતમાં વિષયની એક જ લાઈન સાંભળીને વર્લ્ડ વાઈડ ડિસ્ટ્રીબ્યુશન અને બિઝનેસની જવાબદારી સાથે સાથે ફિલ્મના પ્રેજન્ટેટર તરીકે પણ જોડાઈ ગયા. તે માટે પણ તેમનો ખુબ ખુબ આભાર. મેહુલભાઈ દેસાઈ, અભિલાષ ઘોડા અને મારી મિત્ર આનંદી ત્રિપાઠી સાથે ફિલ્મના મુહૂર્તમાં પધારેલ દરેક મહેમાનોનો ધન્યવાદ કરું છું.”

તમને જણાવી દઈએ કે “પચહત્તર કા છોરા” ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા તથા તમામ પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થયું હતું અને ચાહકોમાં આ ફિલ્મને લઈને ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. પોસ્ટર બાદ હવે ફિલ્મની પણ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.