ખબર

પ્રાઇવેટ સ્કૂલ વાળા કાઢી રોન, ઓનલાઇન ભણવાને લઈને લીધો મોટો નિર્ણય…વાલીઓ ટેંશનમાં

એક બાજુ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. તો બીજી તરફ સ્કૂલ ફી મુદ્દે વાલીઓ એ ખાનગી શાળાઓ આમને સામને આવી ચુકી છે. ખાનગીશાળા દ્વારા સતત વાલીઓને ફી ભરવા મુદ્દે દબાણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે ગઈ કાલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વાલીઓને રાહત આપવામાં આવી હતી.

Image source
Image source

તો બીજી તરફ ખાનગી શાળાઓએ સરકાર સામે બાયો ચઢાવીને નિર્ણય લીધો હતો કે, વાલીઓ દ્વારા ફી ભરવામાં નહીં આવે તો ઓનલાઇન શિક્ષણ આપવામાં નહીં આવે. આ વચ્ચે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જોકે, બીજી તરફ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સ્પષ્ટતા કરી છે કે, ઓનલાઈન શિક્ષણ બંધ કરવા બાબતે તેમની સંસ્થાએ કોઈ નિર્ણય લીધો નથી.

Image source

રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ સમિતિ બનાવીને બાળકોને ઓનલાઇન શિક્ષણ આપશે. હવે સરકાર ખાનગી શાળાઓ સામે કોઈ પણ રીતે ઝુકશે નહીં.

Image source

જણાવી દઈએ કે, ગઈ કાલે હાઇકોર્ટ દ્વારા ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો કે, રાજ્યમાં જ્યાં સુધી શાળાઓ ખુલશે નહીં ત્યાં સુધી ખાનગી શાળાઓ ગઈ ઉઘરાવી નહીં શકે. આ મામલે શાળા સંચાલકોને વાંધો પડયો હતો અને જણાવ્યું હતું કે, ફી વિના શિક્ષકોના પગારથી માંડીને અન્યખર્ચા ઉઠાવી ના શકાય તેથી શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનું નક્કી કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.